કોરોના વાયરસને કારણે ઘણા સમયથી પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાતું ન હતું. આમ તો સમગ્ર વિશ્વમાં ક્રિકેટને અસર પડી હતી. હવે આજથી એટલે કે શુક્રવારથી ઝિમ્બાબ્વે સામેની સિરીઝ સાથે પાકિસ્તાનમાં ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. સિરીઝની પહેલી વન-ડે રાવલપિંડી ખાતે રમનારી છે. પાકિસ્તાને આ માટેની તેની 15 સદસ્યની ટીમની જાહેરાત કરી દીધી છે અને તેમાંથી પ્રતિભાશાળી ઓપનરની જોડી હૈદર અલી અને અબ્દુલ્લાહ શફીક ઉપરાંત ઘણા ખેલાડીને બાકાત રાખ્યા છે.

જાણો કોનું થયુ સિલેક્શન અને કોને દેખાડાયો બહારનો રસ્તો

આ ઉપરાંત વાઇસ કેપ્ટન શાદાબ ખાનને ડાબા પગની ઇજાને કારણે આ મેચ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સિનિયર બેટ્સમેન મોહમ્મદ હફીઝ અને મોહમ્મદ હસનૈનને પણ સામેલ કરાયા નથી. આ બંનેને તો અગાઉ જાહેર કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે હૈદર અલી અને શફીકને પણ પસંદ કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહે લિમિટેડ ઓવરની સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

PAKISTAN VICE-CAPTAIN SHADAB KHAN WILL BE UNAVAILABLE FOR THE FIRST #PAKVZIM ODI AFTER INJURING HIS LEG DURING THE TEAM’S FIRST INTRA-SQUAD PRACTICE MATCH LAST FRIDAY 🤕

WHO SHOULD FILL HIS SPOT IN THE LINE-UP? 🇵🇰 PIC.TWITTER.COM/AJHE0UMQX4— ICC (@ICC) OCTOBER 28, 2020

પ્રવાસી ઝિમ્બાબ્વે સામેની વન-ડે સિરીઝ માટેની પાકિસ્તાનની ટીમની આગેવાની બાબર આઝમ લેશે. બાબર આઝમ પહેલી વાર વન-ડે ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે વન-ડે સિરીઝ જીતવા માટે હું આતુર છું કેમ કે હું પહેલી વાર વન-ડેમાં ટીમની કપ્તાની કરી રહ્યો છું. જોકે લિમિટેડ ઓવરના ક્રિકેટમાં કોઈ ટીમ આસાન હોતી નથી તેથી જ અમે ઝિમ્બાબ્વેને હળવાશથી લઇશું નહીં.
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમે કોરોના વાયરસ સામેની સુરક્ષા માટેની તમામ પ્રક્રિયા તથા પરિક્ષણ પૂરા કર્યા છે અને તેઓ આઇસોલેશનમાં પણ રહી ચૂક્યા છે ત્યાર બાદ તેમણે ગુરુવારે રાવલપિંડીના સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી.

WHO DO YOU THINK WILL 🔝 THE RUN-CHARTS FOR 🇿🇼 IN #PAKVZIM? 🏏 PIC.TWITTER.COM/CIRMFGCGYH— ICC (@ICC) OCTOBER 28, 2020

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સિરીઝમાં રમાનારી ત્રણ વન-ડે અને ત્રણ ટી20 એમ તમામ મેચો રાવલપિંડી ખાતે જ યોજી છે. લાહોરમાં આ સિઝનમાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ, ઇમામુલ હક, આબીદ અલી, ફખર ઝમાન, હેરિસ સોહૈલ, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, ફહીમ અશરફ, ઇમાદ વસિમ, ઉસ્માન કાદીર, વહાબ રિયાઝ, શાહીન આફ્રિદી, હેરિસ રઉફ, મુસા ખાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here