આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલા વિધાનસભાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સામે એનઆઈએ કેસ દાખલ કર્યો છે. અમાનતુલ્લાહ ખાને એનઆઈએના દરોડા દરમયાન અડચણો ઉભી કરી હતી અને નારા લગાવ્યાં હતાં. એનઆઈએની ટીમ જામીયાનગરમાં દરોડાની કાર્યવાહીને અંજામ આપી રહ્યાં છે. શાહીનબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

એનઆઈએના ડીએસપીએ દાખલ કર્યો કેસ

દિલ્હી પોલીસે એનઆઈએને સુચના આપી હતી કે જામીયાનગરમાં તેની ટીમ દરોડો પાડી રહી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને તેના સમર્થકોએ એનઆઈએની ટીમની સાથે ગેરવર્તુણુક કરી હતી અને નારા લગાવ્યાં હતાં. એટલું જ નહીં ધારાસભ્ય અને તેના સમર્થકોએ એનઆઈએની ટીમનો રસ્તો પણ રોક્યો હતો.

દિલ્હીના અલ્પસંખ્યક આયોગના પૂર્વ ચેરમેન સામે પણ કાર્યવાહી

એનઆઈએની ટીમે દિલ્હી અલ્પસંખ્યક આયોગના પૂર્વ ચેરમેન જફરૂલ ઈસ્લામ ખાનના ઘરે અને તેના સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. એનઆઈએની ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, જફરૂલ ઈસ્લામ ખાનના સ્થાનો અને ચૈરિટી અલાયંસની ઓફિસ પર દરોડા દરમયાન આ ઘટના ઘટી હતી. આ ઘટના બાદ એનઆઈએના દરોડા દરમયાન દિલ્હી પોલીસ પાસે લોજિસ્ટિક્સ સપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.https://www.youtube.com/embed/Mpjj6saKrLE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here