બિહારના મુંગેરમાં 26 ઓક્ટોબરના રોજ રાત્રે દુર્ગા પ્રતિમા વિસર્જન દરમયાન થયેલા હંગામાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. બિહાર પોલીસે દાવો કર્યો હતો કે, પહેલા લોકોએ ફાયરીંગ કર્યું હતું. જ્યારે CISFના ઈન્ટરનલ રિપોર્ટમાં ફાયરીંગ મુંગેર પોલીસે કરી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ભીડ બેકાબુ થવા લાગી તો મુંગેર પોલીસે વિસર્જનની શોભાયાત્રા દરમયાન હવામાં ફાયરીંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે 26 ઓક્ટોબરની રાત્રે 11:20 વાગ્યે CISFના 20 જવાનોની ટુકડી મુંગેર કોતવાલી કહેવા પર મુર્તિ વિસર્જનની સરક્ષા ડ્યુટી માટે મોકલવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો શરૂ

રિપોર્ટ પ્રમાણે રાજ્ય પોલીસે આ 20 જવાનોને 10-10ના ગ્રુપમાં વિભાજીત કર્યાં હતાં. તેમાંથી એક ગ્રુપને SSB અને બિહાર પોલીસના જવાનોની સાથે દિનદયાળ ઉપાધ્યાય ચોકમાં તૈનાત કર્યાં હતાં. રાત્રે આશરે 11:45 વાગ્યે વિસર્જન યાત્રા દરમયાન શ્રદ્ધાળુઓ અને લોકલ પોલીસની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. તેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થર મારો શરૂ કર્યો હતો.

લોકલ પોલીસે પહેલા કર્યું ફાયરિંગ : CISF

સ્થિતિ પર કાબુ મેળવવા માટે લોકલ પોલીસે સૌથી પહેલા હવામાં ફાયરિંગ કર્યું હતું. તેના કારણે શ્રદ્ધાળુઓ વધારે ઉગ્ર બન્યા અને વ્યાપક પથ્થરમારો કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્થિતિ કાબુથી બહાર જતી જોઈને સીઆઈએસએફના હેડ કોન્સ્ટેબલ એમ ગંગૈયાએ પોતાની ઈન્સાસ રાઈફલથી 5.56 એમએમની 13 ગોળી હવામાં ફાયર કરી હતી. તેના કારણે ઉગ્ર બનેલી ભીડ વિખેરાઈ ગઈ હતી. બાદમાં સીઆઈએસએફના જવાનોની સાથે એસએસબી અને પોલીસ જવાનો પોતાના કેમ્પમાં સુરક્ષિત પરત આવી શક્યાં.

CISFના ડીઆઈજીએ તૈયાર કર્યો રિપોર્ટ

CISFની ઈન્ટરનલ રિપોર્ટમાં આ ઘટનાને હવાઈ ફાયર બતાવવામાં આવી રહી છે. આ રિપોર્ટને સીઆઈએસએફના પટના સ્થિત ઈસ્ટ રેંજ ડીઆઈજીએ તૈયાર કર્યો છે. તેણે 27 ઓક્ટોબરના રોજ આંતરિક રિપોર્ટ તૈયાર કરીને ઈસ્ટ ઝોનના આઈજી અને દિલ્હી સ્થિત મુખ્યાલયને મોકલી દીધી છે. આ રિપોર્ટમાં વિવાદ ક્યાં કારણે થયો, ઈજાગ્રસ્તો અને મૃતકો લોકોને કોની ગોળી લાગી અને ઘટના માટે કોણ જવાબદાર છે તે અંગેની જાણકારી આપવામાં આવી છે. ચૂંટણી કમીશન આ સમગ્ર મામલે તપાસ મગધના ડિવિઝનલ કમિશનર અસંગબા ચુબાને સોપીં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here