ભારતમાં સોનુ લેવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલે છે. ઘરમાં વહુ લાવવાની હોય કે દીકરીને પરણાવવાની હોય આપણે ભારતીયો ક્યારેય સોનુ લેવાથી પાછા પડતાં નથી. બાકીના લોકો ઇનવેસ્ટમેન્ટ માટે સોનુ લેતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે સોનાના ઘરેણા સિવાય પણ તમે સોનાને અલગ રીતે ખરીદી શકો છો.

  • સોનુ ખરીદવા માટે આ રીત અપનાવો 
  • ગોલ્ડ જ્વેલરી સિવાય આ રીતે ખરીદો

ફિઝીકલી ગોલ્ડ
સૌથી જુની અને આસાન રીત છે કે તમે જ્વેલરી કે સોનાના સિક્કા ખરીદી લો. જો તમે સોનાની જ્વેલરી ઓનલાઇન પણ ખરીદો છો તો ઘણી કંપની તમારા ઘરે આવીને સોનુ આપી જાય છે. ગ્રામીણ એરિયામાં તો આજે પણ ઇનવેસ્ટમેન્ટ માટે જ્વેલરી લેવાનુ વિચારે છે. 

ગોલ્ડ મુચ્યુઅલ ફંડ 
તમે મુચ્યુઅલ ફંડ દ્વારા પણ ગોલ્ડમાં ઇનવેસ્ટ કરી શકો છો. બજારમાં કોઇ ગોલ્ડ મુચ્યુઅલ ફંડ છે તો ગોલ્ડ ઇટીએફમાં નિવેશ કરે છે.  જેમ જેમ સોનાના ભાવ વધે ઘટે છે તે રીતે તેમાં પણ ભાવ વધતા ઘટતા રહેશે. 

ડિજીટલ ગોલ્ડ
સોનામાં ઇનવેસ્ટ કરવા માટે ડિજીટલ ગોલ્ડ પણ એક ખુબ સારો રસ્તો છે. ઘણી બેન્ક, મોબાઇલ વૉલેટ અને બ્રોકરેજ કંપનીઓ એમએમટીસી-પીએએમપી અથવા સેફગોલ્ડ સાથે ટાઇ અપ કરીને પોતાની એપ દ્વારા ગોલ્ડ વેચે છે. 

સૉવરેન ગોલ્ડ બૉન્ડ
વર્ષ 2015માં સૉવરેન ગોલ્ડજ બોન્ડમાં ઇનવેસ્ટ કરવાનો વિકલ્પ પણ આવ્યો હતો, આરબીઆઇ બહાર પાડે છે. આ બોન્ડમાં ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની ખરીદી કરી શકાય છે. આ સ્કીમમાં ઇનવેસ્ટ કરવાથી પણ તમને ખુબ ફાયદો થાય છે. 

જો ફાયદાની વાત કરવામાં આવે તો સૉવરેન ગોલ્ડ બોન્ડમાં વર્ષે 2.5 ટકા વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછુ એક ગ્રામ સોનુ ખરીદવુ પડે અને વધારેમાં વધારે 4 કિલો સુધી ખરીદી શકાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here