આત્મનિર્ભરની દિશમાં વધુ એક પગલુ આગળ વધારતા ભારતીય સેનાએ હવે ખુદની મેસેજિંગ એપ્લીકેશન તૈયાર કરી છે. આર્મીએ આ એપનું નામ ‘સિક્યોર એપ્લીકેશન ફોન ઈંટરનેટ’ રાખ્યુ છે. આ એપ વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગની સુવિધા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનની સાથે આપે છે. આ એપ એન્ડ્રોયડ પ્લેટફોર્મ માટે જ તૈયાર કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રલયે આ વિશે જાણકારી આપી છે.

શા માટે ખાસ છે SAI એપ

રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, મેસેજિંગ એપ્લીકેશનની આ મોડલ WhatsApp, ટેલિગ્રામ, SAMVAD અને GIMS જેવી જ છે. તેમાં એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ળન મેસેજિંગ પ્રોટોકોલને અપનાવવામાં આવ્યુ છે. સુરક્ષાના કેસમાં આ એપ્લીકેશન ખૂબ જ શાનદાર છે કારણ કે, તેમા ઈન-હાઉસ સર્વર અને કોડિંગ થકી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરિયાત પડવા પર તેમાં સરળતાથી ફેરફાર કરી શકાય છે.

iOS પ્લેટફોર્મ પર પણ હશે ઉપલબ્ધ

નિવેદન પ્રમાણે આ એપ્લિકેશનને CERT થી સંબદ્ધ ઓડિટર અને આર્મી સાયબર ગૃપ દ્વારા વીટો કરવામાં આવી છે અને બૌદ્ધિક સંપદા અધિકાર મેળવવા, NIC પર હોસ્ટિંગ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.

SAI એપને સમગ્ર ભારતની સેના દ્વારા વપરાશ કરી શકા

રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યુ છે કે, આ SAI એપને સમગ્ર ભારતની સેના દ્વારા વપરાશ કરી શકાશે. તેનાથી સેનાને સુરક્ષિત મેસેજિંગનો એક વિકલ્પ મળી શકશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ એપની કાર્યક્ષમતાની સમીક્ષા કર્યા બાદ કર્નલ સાઈ શંકરને તેમના કૌશલ અને એપ્લિકેશ ડેવલપ કરવા પર અભિનંદન આપ્યા અને તેમના કામના વખાણ પણ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here