તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘ગોગી’ની ભૂમિકા નિભાવનારા ટીવી અભિનેતા સમય શાહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બોરીવલીમાં શાહની ઇમારત પાસે બની હતી.
કેટલાક છોકરાઓએ શાહ સાથે ગેરવર્તન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હજી સુધી તે છોકરાઓની ઓળખ થઈ નથી. બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના 27 ઓક્ટોબરે બની હતી. આ ત્રીજી વખત છે જ્યારે સમય શાહને ગુંડાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે.
સામયે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીસીટીવી ફૂટેજની એક તસવીર શેર કરી છે જેમાં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. આ સાથે સમય એ રાતે પોતા સાથે થયેલી આખી ઘટનાનું
ઘટનાનું વર્ણન કર્યું.
સમય શાહે લખ્યું કે- “બે દિવસ પહેલા આ માણસ મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને કોઈ કારણ વગર તેણે મને અપશબ્દો કહ્યા હતા. મને ખબર નથી કે તે કોણ છે. મને અપશબ્દો કહેવા પાછળનું કારણ શું છે? તેણે મને ધમકી આપી હતી કે તે મને મારી નાખશે. જે લોકો મને ચાહે છે હું આ માહિતી તેમની સાથે શેર કરુ છું. મને લાગે છે કે જો મારી સાથે કંઇક થાય તો તે મારા અને મારા પરિવાર માટે સારું રહેશે. આભાર.’
સમય શાહે એક વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘જ્યારે હું શૂટિંગ પૂર્ણ કરીને મારા બિલ્ડિંગમાં પહોંચ્યો ત્યારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યા હતા. એક માણસ અચાનક મારી પાસે આવ્યો અને કોઈ કારણ વગર મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તે ઘટના બાદથી હું ખૂબ જ પરેશાન છું. ‘સમય શાહની માતાએ કહ્યું કે’ 15 દિવસમાં ત્રીજી વખત આ તેમની સાથે બન્યું છે. ‘