હાલ આરોગ્ય સેતુ એપ (Aarogya Setu)નો વિવાદ સામે આવતાં મોદી સરકારમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન બ્યૂરો (MEITY)S સૂચનાના અધિકાર કાનૂન (RTI) હેઠળ આરોગ્ય સેતુ એપ અંગે સૂચના આપવામાં ચૂકના મામલાને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સુત્રોએ કહ્યું કે, મંત્રાલય RTI હેઠળ તમામ સૂચનાઓ અરજીકર્તાને આપવા અને કેન્દ્રીય સૂચના આયોગ (CIC)નાં નિર્દેશોનું પાલન કરવા પ્રતિબદ્ધ છે.

મંત્રાલયે ચૂકને ગંભીરતાથી લીધા

CICએ આરોગ્ય સેતુ એપને લઈ ગોળ ગોળ જવાબ આપવાને લઈ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ની નિંદા કરી શો કોઝ નોટિસ પાઠવી હતી. જે બાદ IT મંત્રાલયે સાફ કર્યું કે, NICએ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને એક્સપર્ટ સાથે મળીને પારદર્શી રીતે આરોગ્ય સેતુ એપ વિકસિત કરી છે. કોવિડ 19 મહામારી રોકવામાં એપની ભૂમિકાને લઈ કોઈ શંકા ન હોવી જોઈએ.

આ વચ્ચે સુત્રોએ જણાવ્યું છે કે, મંત્રાલયે આરોગ્ય સેતુ એપ સાથે જોડાયેલ સૂચનાઓ આપવામાં ચૂકને ખુબ જ ગંભીરતાથી લીધું છે. અને આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ કર્યો છે. મંત્રાલયે NIC અને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ (NeGD)ને તેના સંગઠનોમાં RTIના સવાલોના જવાબ આપવા સાથે જોડાયેલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવા માટે નિર્દેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here