રાજકોટ શહેરમાં ભૂતિયા નળ કનેકશનને લઇને મનપા એકશન મોડમાં જોવા મળ્યું છે. જેમાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 11,173 ભૂતિયાનળ કનેકશન હોવાનું ખુલ્યું છે. જો કે તેમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ભૂતિયા નળ કનેકશન હોવાની વિગત બહાર આવી છે.

  • રાજકોટ માનપનો ભૂતિયા નળ કનેક્શનને લઈ તપાસ 
  • 4926 ભૂતિયાનળ કનેક્શન પશ્ચિમમાં હોવાનું ખુલ્યું
  • 31 ડિસેમ્બર સુધી 500 રૂપિયા પેનલ્ટી લઈ રેગ્યુલાઈઝ કરાશે

પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટ શહેરમાં કલ 11,173 ભૂતિયા નળ કનેકશન હોવાની વિગત સામે આવી છે. જેમાં સૌથી વધારે 4926 પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી ભૂતિયાનળ કનેકશન શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યાં છે. 

જો કે શહેરમાં ભૂતિયા નળ કનેકશનને લઇને તંત્ર દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં 500 રૂપિયાની પેનલ્ટી લઇને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. મનપા કમિશ્નરે આ અંગે જણાવ્યું કે 98 ટકા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. 

મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું કે 776 ભૂતિયાનળ કનેકશનને રેગ્યુલાઇઝ કરવા અરજી આવી છે. જેમાં 432 અરજીઓના કનેકશનને રેગ્યુલાઇઝ કરવા મંજૂરી આપવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here