IPL 2020માં એક બાદ એક બધી મેચ બાદ ટૂર્નામેન્ટ વધુને વધુ રોમાંચક થઇ રહી છે ત્યારે ગુરુવારે કોલકાતા સામે ચેન્નઈના વિજય બાદ ફાયદો મુંબઈને મળી ગયો છે.

  • ગુરુવારે કોલકાતા સામે ચેન્નઈનો 6 વિકેટથી વિજય  
  • પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે કોલકાતા નાઈટ રાઈડર્સ
  • ચેન્નઈના વિજયનો ફાયદો મળ્યો મુંબઈ ઇન્ડિયન્સને, પ્લેઓફમાં કર્યું કવૉલિફાઈ 

જાડેજા અને ઋતુરાજની શાનદાર બેટિંગ 

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે બે વારની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને ગુરુવારે 6 વિકેટથી ધૂળ ચટાડી છે. જોકે આ હારનો ફાયદો સૌથી વધારે ફાયદો મળી ગયો છે મુંબઈ ઇન્ડિયન્સને અને મુંબઈની ટીમ હવે પ્લેઓફમાં કવૉલિફાઈ કરનાર પહેલી ટીમ બની ગઈ છે. 

ચેન્નઈનો છેલ્લા બોલ પર વિજય 

દુબઈના સ્ટેડીયમમાં ગુરુવારે કોલકાતાનાં ઓપનર નીતીશ રાણાએ ધમાકેદાર 87 રન બનાવ્યા અને તેના કારણે ટીમે પાંચ વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા. જે બાદ ચેન્નઈના રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવર્સમાં ખૂબ ઝડપી 31 રન ફટકાર્યા. ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે પણ 72 રન ફટકારી ટીમ માટે જીતની અષા વધારી. 

પ્લેઓફમાં કોલકાતાની રાહ વધુ મુશ્કેલ બની 

આ મેચમાં ચેન્નઈની જીત બાદ હવે કોલકાતા IPL 2020ના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે અને 12 અંક છે. જ્યારે ચેન્નઈની ટીમ 10 અંક સાથે સૌથી નીચે આઠમા સ્થાન પર છે. 

મુંબઈ ઇન્ડિયન્સની ‘બલ્લે બલ્લે’

નોંધનીય છે કે પ્લેઓફમાં કવૉલિફાઈ કરવા માટે ટોપ-4માં હોવું જરૂરી છે. કોલકાતાથી પંજાબ એક સ્થાન આગળ છે, તેના પણ 12 અંક છે. આ જીતનો સૌથી વધારે ફાયદો મુંબઈને મળ્યો, મુંબઈની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર 16 અંક સાથે કવૉલિફાઈ કરવા જઈ રહી છે. 

મુંબઈની ટીમ ચાર વખત ચેમ્પિયન રહી છે અને આ સિઝનમાં 12માંથી 8 મેચમાં જીત નોંધાવી છે, 16 અંક સાથે કવૉલિફાઈ કરવા જતી આ પહેલી ટીમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here