પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે આજરોજ કેવડિયા ખાતે પીએમ મોદીએ પ્રોબેશનરી સિવિલ સર્વિસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો. જેમાં કહ્યું કે આપની સર્વિસનો કાર્યકાળ ખૂબ મહત્વનો હશે.

 • પ્રોબેશનરી સિવિલ સર્વિસ અધિકારીઓ સાથે PMનો સંવાદ
 • આપની સર્વિસનો કાર્યકાળ ખૂબ મહત્વનો હશે
 • સરદાર પટેલ દેશની સિવિલ સર્વિસના જનક હતા

પીએમ મોદીએ પ્રોબેશનરી સિવિલ સર્વિસ અધિકારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે તમે સર્વિસમાં જશો ત્યારે ભારતનું 75મું આઝાદી પર્વ હશે. આપની સર્વિસનો કાર્યકાળ ખૂબ મહત્વનો હશે. આગળના 25 વર્ષનો સમય દેશ માટે મહત્વપૂર્ણ રહેશે. 


પીએમ મોદીએ કહ્યું તમે જે વિચારો છો તે લખી રાખજો

પીએમ મોદીએ ઓફિસરો સાથે સંવાદમાં જણાવ્યું કે તમે તમારી જાત માટે અડધો કલાક પ્રતિદિન નીકાળો. તમે જે વિચારો છો તે લખી રાખજો, કાગળ પર લખેલા સંકલ્પ આજના દિવસની યાદ અપાવશે. સરદાર પટેલ દેશની સિવિલ સર્વિસના જનક હતા. દેશના નાગરિકોની સેવા આપનું સર્વોચ્ચ કર્તવ્ય છે.

સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન જોયું હતું

પીએમ મોદીએ પ્રોબેશનરી સિવિલ સર્વિસ અધિકારીઓ સાથે સંવાદમાં કહ્યું કે ફિલ્ડમાં અલગ-અલગ પ્રકારના લોકો મળશે, એક ટીમની જેમ પૂરી તાકાત લગાવવાથી સફળતા મળે છે, સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન જોયું હતું. આત્મનિર્ભરની ભાવનાથી નવિન ભારતનું નિર્માણ થશે. 


PM મોદીના સંવાદના મુખ્ય મુદ્દા

 • સાયન્સ અને ટેક્નોલોજીની જરૂરિયાત છે
 • આત્મનિર્ભર બનવા રિસોર્સિસ-ફાયનાન્સની જરૂરિયાત
 • નવિનતાનો અર્થ કાયાપલટ છે
 • નવા માર્ગ, નવા વિકલ્પો અપનાવવા જોઈએ
 • ટ્રેનિંગ અને સ્કીલની જરૂરિયાત છે
 • આધુનિક ટ્રેનિંગ માટે ભાર મુકવામાં આવી રહ્યો છે
 • સિવિલ સર્વિસની ટ્રેનિંગનું સ્વરૂપ બદલાયું છે
 • સરકારે મિશન કર્મયોગી અભિયાન શરૂ કર્યું
 • આ મિશનથી સરકારી કર્મીઓની વિચારશક્તિ ડેવલપ કરાશે
 • કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે
 • કર્મ એ છે જે મોટા લક્ષ્ય સાથે કરાય
 • દિમાગમાં બાબુગીરી ના આવવી જોઈએ
 • જનતામાંથી સરકારી અધિકારીઓ શીખે
 • જનતા માટે નીતિઓ મુદ્દે જનતાનો વિચાર જરૂરી
 • લોકો સાથે જોડાઈને લોકતંત્રમાં કામ કરવું સરળ બનશે
 • PMએ અધિકારીઓને લોકો સાથે જોડાવવાની સલાહ આપી
 • લોકોના જીવનમાંથી અધિકારીઓની દખલ દૂર થાય તેવી વ્યવસ્થા કરો
 • જે પણ કામ કરો, જેના માટે કરો એ પોતાનું સમજીને કરો
 • અધિકારીઓની ઓળખ નવા કામ કરવાથી બને છે
 • રૂટીનથી અલગ કામ કરવાથી પરિણામ અલગ મળે છે
 • બદલી બાદ પોતાના પ્રયાસોને ક્યારેય પડતા ન મુકો
 • જ્યાં હોય ત્યાંથી લોકોને મદદ કરતા રહો
 • કામથી મીડિયામાં ચર્ચા થાય અને મીડિયામાં ચર્ચા માટે કામ કરવું અલગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here