રાજકોટમાં કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

  • રાજકોટમાં નવા કૃષિ કાયદાનો કોંગ્રેસ દ્વારા વિરોધ
  • કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
  • વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી

કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજીવ સાતવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ભાજપ સરકારના રાજમાં ખેડૂતો દુ:ખી છે,યુવાનો બેરોજગાર છે અને સરકાર નિષ્ફળ ગઇ છે.

કોંગ્રેસના ધરણાંને નિતીન પટેલે કોંગ્રેસના ધરણાંને પેટાચૂંટણી પહેલાનો ચૂંટણીલક્ષી વિરોધ ગણાવ્યો હતો.તો રાજીવ સાતવે પણ નીતીન પટેલના  નિવેદન પર કટાક્ષ કરતા ભાઇ અને ભાવ વચ્ચેની લડાઇમાં નીતીનભાઇ દુ:ખી હોવાનું નિવેદન આપ્યું હતુ.

કોને કોને નોંધાવી છે ઉમેદવારી

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઈન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ

બેઠકભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાડો.શાંતિલાલ સંઘાણી
મોરબીબ્રિજેશ મેરજાજયંતીલાલ પટેલ
ધારીજે.વી. કાકડિયાસુરેશ કોટડિયા
કરજણઅક્ષય પટેલકિરીટસિંહ જાડેજા
ગઢડાઆત્મરામ પરમારમોહનલાલ સોલંકી
કપરાડાજિતુ ચૌધરીબાબુભાઈ વરઠા
ડાંગવિજય પટેલસૂર્યકાંત ગામિત
લીંબડીકિરીટસિંહ રાણાચેતન ખાચર

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here