હાલમાં સમય એવો ચાલી રહ્યો છે કે, અલગ અલગ દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે જે પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે તે જોઇને ભવિષ્યની ચિંતા સમગ્ર વિશ્વને થઇ રહી છે. બધા જ દેશ પાસે ઘણા બધા પરમાણુ હથિયાર મળી આવે તેમ છે. કોરિયા પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યુ છે ત્યારે 16 એપ્રિલ સુધી તમામ દેશના રાજદૂતોને દેશ છોડવા માટે આદેશ કર્યો છે.

  • ત્રીજા વિશ્વયુદ્ધ પર ભવિષ્યવાણી
  • નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી સાચી જ પડી છે
  • ભારતના નવા રાજા વિશે પણ કરી છે વાત

જો આ સમયમાં અમેરિકા કે કોરિયા હુમલો કરે તો ત્રીજુ વિશ્વયુદ્ધ નક્કી ફાટી નીકળે. જો આપણે વિશ્વના સમગ્ર દેશ પર નજર કરીએ તો ચીન, અરબ, ઇરાન, ઉત્તર કોરિયા પર રહેમ દ્રષ્ટિ રાખી રહ્યાં છે તો બીજી તરફ રશિયા અને ભારતનું વલણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. 

14 ડિસેમ્બર 1503માં ફ્રાન્સમાં જન્મેલ નોસ્ટ્રાડેમસ પહેલા જ વિશ્વના ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. આ ભવિષ્યવાણી જો સાચી પડશે તો દુનિયામાં કહેર વરસશે. 

શું હતી ભવિષ્યવાણી
નોસ્ટ્રાડેમસે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે, એક જહાજ તમામ હથિયાર અને દસ્તાવેજ લઇને ઇટલીના તટે પહોંચશે અને આ કાફલો જ્યાં પણ જશે ત્યાં વિનાશ નોતરશે. યુદ્ધ શરૂ થશે અને વિનાશ થતો રહેશે. 

પુસ્તકના બીજા એક પ્રકરણમાં આ યુદ્ધનું કેવુ પરિણામ આવશે તે વિષે પણ લખવામાં આવ્યું છે. પરિણામ બાદ ભારત દેશમાં જંગલી નામ વાળો વ્યક્તિ હશે તે પ્રધાનમંત્રી પદ પર આવશે. બાદમાં સમગ્ર વિશ્વનું સમીકરણ બદલાઇ જશે. 

જે નવો ધર્મ હશે તે ઇસ્લામ વિરુદ્ધ ચોમેર પવન ફૂંકશે અને આ તકરાર એટલી વધશે કે ઇટલીથી ફ્રાંસ સુધી પહોંચશે અને ત્રીજુ વિશ્વ યુદ્ધ નોતરશે. મહત્વનું છે કે નોસ્ટ્રાડેમસ હિરોશીમા પર પરમાણુ બોમ્બ ફેંકવાને લઇને પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. કહેવાય છે કે નોસ્ટ્રાડેમસ કુદરતી આફતો, યુદ્ધ, કયામત અને ભવિષ્યને લઇને જે પણ ભવિષ્યવાણી કરે છે તે સટીક હોય છે. 

વધુમાં તેમણે લખ્યુ છે કે, ત્રીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આકાશમાંથી આગના ગોળા વરસશે અને પૃથ્વી પર હિન્દ મહાસાગરમાં આગનું એક તોફાન આવશે. જો આ પ્રકારે ઘટનાઓ થશે તો દુનિયામાં રહેલા કેટલાય દેશો જળમગ્ન થઇ જશે. હવે વિશ્વયુદ્ધ માટેની આ ભવિષ્યવાણી સાચી પડે છે કે કેમ તે જોવાનું રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here