ઈડી જલ્દી બિહારમાં નલ જલ યોજના સંબંધિત ગોટાળામાં સહિત ઘણા મોટા સરકારી પ્રોજેક્ટમાં થયેલા ગોટાળામાં ઈનકમ ટેક્સના રિપોર્ટના આધારે મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરી શકે છે. ઈડીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, જ્યાં સુધી ઈનકમ ટક્સની તમામ રિપોર્ટમાં અમને નથી મળતી ત્યાં સુધી અમે આ અંગે કશું કહીં નથી શકાતું.

ITને મળી મહત્વપૂર્ણ માહિતીઓ
જો કે, ગુરૂવારે થયેલા ઈનકમ ટેક્સના દરોડા દરમયાન ઘણી મહત્વપૂર્ણ જાણકારી અને દસ્તાવેજો ઈનકમ ટેક્સની તપાસ કરી રહેલી ટીમના હાથે લાગ્યાં છે. તેનાથી એવું પ્રતિત થઈ રહ્યું છે કે, આ મોટો ગોટાળો છે અને ષડયંત્રમાં ઘણા મોટા અધિકારીઓની સાંઠગાંઠથી અંજામ આપવામાં આવ્યો છે. તેની સાથે જ શરૂઆતના સમયમાં તે પણ જાણકારી ઈનકમ ટેક્સની ટીમને પ્રાપ્ત થઈ છે કે, કરોડો રૂપિયાના ગોટાળામાં ઘણા મોટા રાજકારણીઓ પાસેથી કમિશનના રૂપમાં ગયું છે.