ચીન હવે પોતાના લાખો લોકોને કોરોનાની રસી આપી રહ્યું છે. પરંતુ ચીનમાં રસીનો ડોઝ લેનારાઓને વેક્સીનેશનની જાણકારી સિક્રેટ રાખવાનું કહેવામાં આવ્યું છે. અનેક કંપનીઓએ સ્ટાફે ચેતવણી આપી છે કે તેમણે કંપનીના મેનેજમેન્ટ સિવાય બહાર કોઈને પણ જણાવ્યું તો તેમના પર કાર્યવાહી થશે.

  • જૂનમાં કોરોના રસીનો ઉપયોગ શરુ કર્યો હતો
  •  ટ્રાયલમાં ભાગ લેનારા લોકોને મોનિટર કરવામાં આવી રહ્યા છે
  •  રસી લગાવી હોવાની જાણકારી સીક્રેટ રાખવાની છે

latimes.comના રિપોર્ટ મુજબ કેટલીક કંપનીઓમાં કામ કરનારા લોકો આ જાણકારીથી હેરાન થયા હતા કે રસી લગાવી હોવાની જાણકારી સીક્રેટ રાખવાની છે. એક વ્યક્તિએ એ વાતનો ડર વ્યક્ત કર્યો કે જો કંઈ ખોટું થયું તો શું થશે? વ્યક્તિને ડર હતો કે આવી સ્થિતિમાં કોણ જવાબદારી લેશે? 

જો કે ચીનમાં વેક્સીન લગાવનારા લોકોએ એમ પણ કહ્યું હતું કે તેમને ચીન નેશનલ બાયોટેક ગ્રુપની રસીનો ખોરાક આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ ચીનની સરકારી કંપની સિનોફોર્મનો હિસ્સો છે. સિનોફોર્મ પોતાની કોરોના રસીના ટ્રાયલ યુએઈ, પેરુ, મોરક્કો અને અનેક અન્ય દેશોમાં કરી રહી છે. હજું સુધી આ કંપનીની રસીના ફેઝ 3નાં ટ્રાયલ પુરા નથી થયા.

નામ ન આપવાની શરતે એક ચીની વ્યક્તિએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા લોકોને મોનિટર કરવામાં આવી રહ્યા છે. પરંતુ વિભિન્ન કંપનીઓ કામ કરનારા આ લોકોને રસી લગાવવામાં આવી છે તેમના પર નજર રાખવામાં આવી રહી  નથી. 

સપ્ટેમ્બરમાં ચાઈના નેશનલ બાયોટેક ગ્રુપે કહ્યું હતુ કે ક્લિનિકલ ટ્રાયલની બહાર લગભગ 3.5 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ચીનની મિલિટ્રીએ પણ જૂનમાં કોરોના રસીનો ઉપયોગ શરુ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here