અરેબિયન નાઇટ્સની વાર્તાઓમાં આવતા અલ્લાઉદ્દીનના જાદુઇ ચિરાગને લેવા જતાં મેરઠના એક લંડન રિટર્ન ડૉક્ટરને અઢી કરોડનો ચૂનો લાગ્યાનો બનાવ બન્યો હતો. મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવની વિગત રસપ્રદ છે. આ ડૉક્ટરે પોલીસને લખાવેલી ફરિયાદ મુજબ બે તાંત્રિકોએ ડૉક્ટરને જાદુઇ ચિરાગ આપવાના બહાને અઢી કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.પોલીસે બંને તાંત્રિકોને પકડી લીધા હતા અને કહેવાતો જાદુઇ ચિરાગ પણ કબજે કરી લીધો હતો.

મેરઠના બ્રહ્મપુરીમાં બની ઘટના

મેરઠના બ્રહ્મપુરીમાં ખૈરનગર અહમદ રોડ પર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા લઇક અહમદને બે તાંત્રિકો નામે ઇકરામુદ્દીન, અનીસ અને એક મહિલાએ જાદુઇ ચિરાગ આપવાને બહાને લલચાવ્યા હતા. ડૉક્ટરનો દાવો છે કે આ ત્રણેએ મારા પરિવાર પર મંત્રતંત્ર અને કાલા જાદુ કરીને અમારી સાથે અઢી કરોડની છેતરપીંડી કરી હતી. આ લોકોએ ડૉક્ટરને એક ચિરાગ આપ્યો હતો અને કહ્યું હતું કે આ ચિરાગ અલ્લાઉદ્દીનની કથાનો ચિરાગ છે. એના પર ઘસવાથી જીન પ્રગટ થાય છે અને ચિરાગના માલિકની તમામ ઇચ્છા પૂરી કરે છે.

ટુકડે ટુકડે અઢી કરોડ રૂપિયા ચુકવ્યા

ડૉક્ટર એમની વાતમાં આવી ગયા હતા અને ટુકડે ટુકડે અઢી કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ ચિરાગમાંથી જીન નીકળ્યો નહોતો અને કોઇ ચમત્કાર થયો નહોતો ત્યારે ડૉક્ટરને સમજાયું હતું કે પોતાને મૂ્ર્ખ બનાવવામાં આવ્યા હતા. લંડનમાં એફઆરએચએસની ડિગ્રી મેળવનારા આ ડૉક્ટરે 2018માં સમીના નામની એક મહિલાની સર્જરી કર્યા બાદ આ તાંત્રિકોના સંપર્કમાં આવ્યા હતા. પોલીસે આ બનાવટી ચિરાગ, લાકડાની સપાટ (પગરખાં) બનાવટી જાદુઇ પથ્થર અને રૂપિયા 20 હજાર રોકડા તાંત્રિકો પાસેથી કબજે કર્યા હતા. સંબંધિત મહિલા ફરાર જાહેર કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here