ગ્રીસ અને તુર્કી (Turkey and Greece) માં શુક્રવારે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ Earthquake) ના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ કેટલીય બિલ્ડિંગો પત્તાના તાજની જેમ ધરાશાયી થઇ ગઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇજમિર શહેરથી 17 કિલોમીટર દૂર હતું અને હજુ સુધી અહીં 14 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ કહેવાય છે. જો કે ભૂકંપથી ધણધણી ઉઠેલા તુર્કી અને ગ્રીસ પર હવે સુનામી (Tsunami) નો ભયંકર ખતરો મંડરાવા લાગ્યો છે.

સુનામીનું એલર્ટ જાહેર

ઇઝમિર શહેરમાં બિલ્ડિંગ્સ ધરાશાયી થયા બાદ રસ્તા પર કાટમાળના ઢગલા થઇ ગયા અને અહીં ચારેકોર ખૂબ જ ભયાનક મંજર છે. પરંતુ મુશ્કેલ એ છે કે તુર્કી અને ગ્રીસમાં શક્તિશાળી ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો છે, તેના માટે એલર્ટ જાહેર કરી દેવાયું છે.

ઇજમિરમાં 20થી વધુ બિલ્ડિંગ્સ તૂટી ગઇ

ભૂકંપથી ઇજમિર શહેરમાં 20થી વધુ બિલ્ડિંગ્સ પડી ગઇ છે. રાહત-બચાવનું કામ ચાલુ છે. કેટલાંય લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. ભૂકંપના મોટા ઝાટકા ઇસ્તાંબુલમાં પણ આવ્યા. પરંતુ નુકસાનને લઇ હજુ રિપોર્ટ નથી. ઇઝમિર તુર્કીનું સૌથી ખાસ ટુરિસ્ટ સ્ટોપ છે, અહીં 1999મા પણ ભૂકંપ આવ્યો હતો જેમાં હજારોના જીવ ગયા હતા.

શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9ની હતી

યુરોપિયન-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર એ કહ્યું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યુનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. અમેરિકના ભૂગર્ભ સર્વેક્ષણના મતે ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપના ઝટકા પૂર્વી યુનાનના પ્રાયદ્વીપોમાં પણ મહેસૂસ થયા. આ સિવાય રાજધાની એથેન્સમાં પણ લોકોએ ભૂકંપનો ઝાટકો મહેસૂસ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here