વડોદરાના વિવાદિત બગલામુખી મંદિરના પ્રશાંત ગુરુજીની મુશ્કેલી વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે. વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં પ્રશાંત ગુરુજી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ એક યુવતીએ નોંધાવી છે, જેમાં તેણે બગલામુખી મંદિરના પ્રશાંત ગુરુજી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે. સેવિકા દિશા ઉર્ફે જોન કેફી પીણું પીવડાવતીને પ્રશાંતની મદદ કરતી હતી. એટલું જ નહીં, સેવિકા તેનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા હતા. હાલ પ્રશાંત અગાઉના ગુનામાં જેલમાં બંધ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે બગલામુખી માતા મંદિરના બગ ભગત પ્રશાંતગુરુજી સામે વધુ એક ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામી છે. એક યુવતીએ પ્રશાંત ગુરુજી પર વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં મોટા ઘટસ્ફોટ કર્યા છે. જેમાં તે 16 વર્ષની હતી ત્યારે આશ્રમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. પ્રશાંત ગુરુની સેવિકા દિશા ઉર્ફે જોન તેમને મદદ કરતી હોવાનું પણ તે જણાવ્યું છે, તે મને કેફી પીણું પીવડાવીને તૈયાર કરતી હતી. એટલું જ નહીં, તેઓ બિભત્સ વીડિયો ઉતારીને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પ્રશાંત ગુરુ દુષ્કર્મ આચરતા હતા. આ સંદર્ભે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ જેલવાસ ભોગવી રહેલા પ્રશાંત ગુરુની આ ફરિયાદથી મુસ્કેશી વધી શકે છે.

જાણો અગાઉના બગલામુખી મંદિરના કહેવાતા ગુરુની છેતરપિંડીના કેસો વિશે..

લોકોના દુખ દર્દ દુર કરવાના બહાને વારસીયા રીંગરોડના બગલામુખી બ્રમ્હાસ્ત્ર વિદ્યા મંદિરમાં હોમ હવન કરાવા અને વિધ્વાન બ્રાહ્મણો પાસે મંત્રોચ્ચારો કરાવીને સિધ્ધ કરેલું યંત્ર આપવાના બહાને લાખો રુપિયાનું સોનુ પડાવી લેતાં ધર્મગુરુ ડો. પ્રશાંત ઉપાધ્યાય સામે શહેરના એક ફેકટરી માલીકે પોલીસ ફરિયાદ નોધાવી છે. દેવામાંથી બહાર નીકળવા માટે કહેવાતા ગુરુજી પાછળ રૃ. 21.80 લાખ ન્યોછાવર કરનારા ફેકટરી માલીકે કહેવાતા ગુરુનો પર્દાફાશ કરતાં વારસીયા પોલીસે ડો. પ્રશાંત ઉપાધ્યાય સામે એફ.આઈ.આર. નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

પાણીગેટ બહાર દત્તકૃપા સોસાયટીમાં રહેતાં દેવરાજ ભાનુભાઈ પંડયા (ઉ.વ.૫૮) હાલોલ બાસ્કા ખાતે પર્સીસસ્ટન્ટ હાઈટેક કાસ્ટીંકિંગ નામથી કાસ્ટીંગ મશીનના પાર્ટસ બનાવવાની ફેકટરી ધરાવતાં હતાં. ૨૦૧૪ની મંદીમાં ધંધામાં રૃ. ૨ કરોડની ખોટ ગઈ હતી. મિત્ર કિંજલ વ્યાસના રેફરન્સથી ૨૦૧૫માં વારસીયા રીંગ રોડ કલાવતી હોસ્પીટલ પાસેના બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના ગુરુ ડો. પ્રશાંત ઉપાધ્યાયના શરણે ગયાં હતાં.

વ્યાસપીઠ પર બીરાજમાન ગુરુએ જણાવ્યું હતુ કે, અમારા મંદિરમાં હવન ભરો તમારુ બધુ બરાબર થઈ જશે. હું કહું ત્યાં મારા સિધ્ધ કરેલાં યંત્રો મુકવા પડશે. દર મહીને રૃ. ૩ લાખ ખર્ચીને હવનમાં હાજર રહેતાં હતાં. ૬ મહિના સુધી વિધ્વાન બ્રાહ્મણો પાસે મંત્રોચ્ચારથી સિધ્ધ કરાવેલાં યંત્રો તમને આપીશ જે તૈયાર કરવા માટે રૃ. ૧૨ લાખ લીધા હતાં. ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલાં ફેકટરી માલીકે મિત્રો પાસેથી હાથ ઉછીના પૈસા લઈને પણ ગુરુજીને ચુકવ્યાં હતાં. હવનમાં હાજર રહેવા છતાં પરીસ્થીતીમાં સુધારો આવ્યો નહતો. મંત્રોચારવાળા યંત્રો તો ૬ મહિને તૈયાર થવાના હતાં. હવે તો ૬ મહિના કરતાં પણ વધુ સમય વીતી ચુકયો હતો. ૨૦૧૭-૧૮માં ફેકટરી માલીકની ધીરજ ખુટી ગઈ હતી અને ગુરુજી પાસે પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. આમ છતાં ગોળ ગોળ જવાબ અપાતો હતો.

દેવરાજભાઈએ ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો કે, એક વખત ગુરુજી ગુસ્સે થઈ ગયાં હતાં અને ધમકી આપી હતી કે હવે પૈસા માગવા આવ્યો તો તારા કુટુંબ સમાજ અને ધંધાની દશા બગાડી નાંખીશ મારી પાસે ઘણી છોકરીઓ છે ખોટો કેસ કરાવીને તને જેલમાં ફીટ કરાવી દઈશ, આખરે હિંમત કેળવીને ફેકટરી માલીકે બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિરનાના ગુરુ ડો. પ્રશાંત ઉપાધ્યાય સામે વારસીયા પોલીસે કલમ ૪૦૬,૪૨૦ અને ૫૦૬ મુજબ હ્લૈંઇ નોંધીને આરોપી ગુરુની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અનુયાયીઓએ કહ્યું ‘ગુરુજી સારવાર કરાવવા મુંબઈ ગયાં છે’
આરોપી તાંત્રીક કમ ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરવા માટે વારસીયા પોલીસની ટીમ ગોત્રી મધર્સ સ્કુલ પાસેની દયાનંદ પાર્ક સોસાયટી ખાતેના નિવાસસ્થાને ગઈ હતી. પી.આઈ. આનંદે જણાવ્યું હતુ કે, ઘરમાં પ્રશાંત ઉપાધ્યાય નહોતા. અનુયાયી મહીલાઓએ પોલીસને જણાવ્યું હતુ કે, ગુરુજીની તબીયત લથડી હોવાથી તેઓ સારવાર માટે મુંબઈ ગયાં છે.

તાંત્રિક કમ ધર્મગુરુએ ઘરમાં ફિલ્મ સ્ટુડિયો બનાવ્યો ?
પ્રશાંત ઉપાધ્યાયને ફિલ્મ સ્ટાર બનવાનો અભરખો હતો આ શોખ પુરો કરવા માટે તેણે પોતાના ઘરમાં ફિલ્મ સ્ટુડિયો બનાવ્યો હોવાની પણ વારસીયા વિસ્તારમાં ચર્ચા છે. તાંત્રીક વિદ્યાના નામે લોકો પાસેથી પૈસા પડાવતો પ્રશાંત ૭ થી ૮ લાખ રુપિયાની મોંઘીદાટ ઈમ્પોર્ટેડ બાઈકો પણ રાખતો હોવાનું જાણવા મળે છે.

પ્રશાંત ઉપાધ્યાય બોગસ ડોકટર હોવાની પોલીસને શંકા
બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિરના ઓથા હેઠળ લોકો સાથે ઠગાઈ કરવાનો આરોપ ધરાવતાં પ્રશાંત ઉપાધ્યાય પોતાના નામ આગળ ડોકટર લખાવે છે. વારસીયામાં જયાં મંદિર આવેલુ છે ત્યાં એકયુપ્રેશરનું કામ પણ કરવામાં આવતું હતું. પ્રશાંત ઉપાધ્યાય બોગસ ડોકટર હોવાની પણ વારસીયા પોલીસને શંકા છે.

મહંતને ફિલ્મ સ્ટાર સંજય દત્તનો વહેમ
બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના સંચાલક અને પોતાની જાતને ગુરુજી તરીકે ઓળખાવતાં પ્રશાંત ઉપાદ્યાય ફિલ્મસ્ટાર સંજય દત્તનો વહેમ રાખતાં હોવાની પણ વારસીયા વિસ્તારમાં ચર્ચા સાંભળવા મળી રહી છે. ઢોંગી ગુરુની કેટલીક ફિલ્મી અદાવાળા ફોટોગ્રાફસ પણ સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયાં છે.

આ રહયાં બીજા ભોગ બનનારાઓ

શીયાબાગમાં રહેતા ભુમિકાબેન સંતોષભાઈ ભગત, હાલોલ રહેતા કલ્પનાબેન વિજયકુમાર હિરાલાલ શાહ, હિતેશભાઈ જયંતિલાલ સોની સહીત અન્ય કેટલાક લોકો સાથે પણ મંદિરના સંચાલક પ્રશાંત ઉપાધ્યાયે છેતરપીંડી કરી હોવાની હકિકત ફરીયાદમાં જાહેર કરવામાં આવી હતી.

કોરા કાગળ પર હિસાબ બાકી નથી લખાવી લીધું

ફરીયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મંદિરના પ્રશાંત ઉપાધ્યાયે દેવરાજભાઈ પંડયા પાસે એક સાદા કાગળમાં લખાવી લીધુ છે કે, તમારો કોઈ હિસાબ મારી પાસે બાકી નથી જે કાગળો ઉપર રેવન્યુ સ્ટેમ્પ ટિકિટો પણ લગાડી છે. જે લખાણની ઓરીજનલ કોપી પ્રશાંત ઉપાધ્યાય પાસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here