જાબ (Punjab)ના નવાંશહર (Nawanshahr)માં આવેલા બુર્જ ગામ (Burj village)માં દીકરાએ ગર્ભવતી સાવકી માતા અને પિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આરોપી હરદીપને સાવકી માતા (Stepmother) ગર્ભવતી (Pregnant )હોવાની ખબર પડી હતી. તેને લાગ્યું કે બાળક આવશે તો આગળ જઈને સંપત્તિમાં ભાગલા પડશે, સાથે આ ઉંમરમાં પિતા ફરી કોઈ બાળકના બાપ બનશે એ વાતથી પણ આરોપી નારાજ હતો. હરદીપે પિતા સાથે ઝઘડો કર્યા પછી માતાનો હાથ કાપી નાખ્યો, પછી બન્નેનું ગળું કાપીને હત્યા કરી દીધી.

મળતી માહિતી પ્રમાણે, 1997માં લેબનાન (Lebanon)માં શ્રીલંકા (Srilanka)ની કામિની સાથે લગ્ન કર્યા પછી ત્રણ બાળકો થયા પછી જોગિંદર પાલ બાળકોને ભારત છોડીને ગયા. લેબનાન જઈને તેમણે કામિનીને ડિવોર્સ આપીને 2004માં પટિયાલાની પરમજિત સાથે લગ્ન કરી લીધા. બીજા લગ્નથી જોગિંદરને કોઈ બાળક ન થયું, જ્યારે પહેલા લગ્નથી થયેલા જોગિંદરનાં ત્રણ બાળકો જવાન થઈ ગયાં હતાં. ત્રણેયમાંથી એક દીકરો ગ્રીસ જતો રહ્યો, દીકરીના લગ્ન થઈ ગયા અને ત્રીજો દીકરો(આરોપી હરદીપ)ગામમાં જ રહેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, હરદીપને જ્યારથી તેની માતાના ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા ત્યારથી તે તેના પિતા સાથે ઝઘડવા લાગ્યો. તેને સંપત્તિમાં ભાગ પડવાની ચિંતા થઈ રહી હતી.ADVERTISEMENTabout:blank

આરોપી હરદીપનો મોટો ભાઈ લગભગ 4 વર્ષ પહેલાં જ ગ્રીસ ગયો હતો, ત્યાંથી તે હરદીપને ખર્ચ માટેના પૈસા મોકલતો હતો. હરદીપે એક ગાડી લીધી હતી અને ટેક્સીનું કામ જ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here