સોશિયલ મીડિયા (Social media)પર એક ખબર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે બેન્કોમાં હવે તમારા જમા કરવા અને નીકાળવા માટે પણ ફી આપવી પડશે આ ખબરમાં જણાવવામાં આવ્યું છે કે બેન્ક ઓફ બરોડાએ (Bank of Baroda) કોઇપણ ટ્રાન્જેક્શનથી જોડાયેલા નિયમોમાં બદલાવ કરી દીધો છે. જ્યારે આ ખબરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે દાવો ખોટો છે. પીઆઇબી ફેક્ટ ચેક (PIB Fact Check) ટ્વિટ કરીને જાણકારી આપી છે કે બેન્ક ઓફ બરોડાએ સૂચિત કર્યા છે કે બચત ખાતામાં રોકડ થાપણો અને રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નથી.

દાવામાં જણાવ્યા મુજબ ફી લેવામાં આવશે

1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે કેટલાક ફેરફારો લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારો સર્વિસ ચાર્જ અને બેંકના ચાલુ ખાતા, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ એકાઉન્ટ, બચત ખાતા અને અન્ય ખાતાઓ માટે રોકડ થાપણ અને ઉપાડ સાથે સંકળાયેલ ચેકબુકથી સંબંધિત છે. એટલે કે, 1 નવેમ્બરથી નિર્ધારિત મર્યાદાથી વધુ બેંકિંગ માટે અલગ ફી ચૂકવવાની રહેશે. બેન્ક ઓફ ઇન્ડિયા, PNB, Axis અને સેન્ટ્રલ બેંક પણ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવા જઈ રહી છે.

ઉપાડ અને થાપણો વિશે આવા દાવા કરવામાં આવી રહ્યા હતા …

પૈસા ઉપાડતી વખતે આ ફી લેવામાં આવશે

>> કરન્ટ એકાઉન્ટ(Current Account)/ ઓવરડ્રાફ્ટ(OD)/સીસીથી બેસ બ્રાંસ, લોકલ નોન બેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાન્ચ દ્વારા હવે એક મહિનામાં 3 વખત કેશ નીકાળવા ફ્રી છે.
>> ચોથી વખતથી, પ્રત્યેક ટ્રાંઝેક્શન (Transection)પર રૂ. 150 નો ચાર્જ લાગશે.
>> મહિનામાં 3 વાર મેટ્રો-અર્બન શાખાના બચત ખાતામાંથી રોકડ ઉપાડ ફ્રી(એટીએમ ઉપાડને બાદ કરતા).
>> આ પછી, ચોથી વખતથી ટ્રાન્ઝેક્શન પર રૂ. 125 નો ચાર્જ લેવામાં આવશે.
>> ગ્રામીણ / અર્ધ-શહેરી શાખાના બચત ખાતા, પેન્શનર ખાતા અને સીનિયર સિટીઝન ખાતામાંથી મહિનામાં 3 વખત કોઈપણ શાખામાંથી રોકડ ઉપાડી શકાય છે. આ પછી, ચોથી વખત, પ્રત્યેક ટ્રાંઝેક્શન પર 100 રૂપિયા ચાર્જ લાગશે.

આ પૈસા જમા કરવા પર પણ લાગશે ચાર્જ

>> ચાલુ ખાતા / ઓવરડ્રાફ્ટ / રોકડ ક્રેડિટ / અન્ય ખાતા માટે, ખાતા દીઠ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા પર 1 નવેમ્બરથી બેઝ અને સ્થાનિક નોન-બેઝ શાખાઓમાં કેશ હેન્ડલિંગ ચાર્જ, 1000 દીઠ 1 રૂપિયા રહેશે.
>> આ ચાર્જ ઓછામાં ઓછો 50 રૂપિયા અને મહત્તમ 20000 રૂપિયા હશે.
>> આઉટસ્ટેશન શાખામાં કોઈ ફેરફાર નથી. આ ચાર્જ દર મહિને 25000 રૂપિયાથી વધુની રોકડ ડિપોઝિટ પર 1000 રૂપિયા દીઠ 2.50 રૂપિયા છે.
>> મેટ્રો-અર્બન શાખામાં હાલના બચત ખાતામાં 3 વાર રોકડ જમા કરાવ્યા પછી, ચોથી વાર, થાપણ દીઠ 50 રૂપિયા ચાર્જ લાગશે.
>> ગ્રામીણ / અર્ધ-શહેરી શાખાના ખાતામાં ત્રણ વખત જમા કરાવવા માટે કોઈ ચાર્જ નથી, ચોથી વખતથી, તમારે દર વખતે 40 રૂપિયા ચૂકવવા પડશે.
>> આ સિવાય જો એક દિવસમાં ઉપરોક્ત ખાતાઓમાં 50000 રૂપિયા કે તેથી વધુની રોકડ થાપણ જમા કરવામાં આવે છે, તો ગ્રાહકે પોતાનો પાન બેંકને જણાવવાનું રહેશે અને ફોર્મ 60 સબમિટ કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here