કોરોનાગ્રસ્ત (Corona Infection) થયેલા લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક રિસર્ચ (Research)પ્રમાણે કોરોનાને મ્હાત આપનારા વ્યક્તિના શરીરમાં શક્તિશાળી એન્ટોબોડી (Antibody) વિકસીત થઈ જાય છે. જે ઓછામાં ઓછા 5 મહિના સુધી યથાવત રહે છે.

નવા રિસર્ચમાં સામે આવેલી વિગત પ્રમાણે, શરીરની આ પ્રતિરોધક પ્રતિક્રિયાને કારણે કોરોના વાયરસ (Corona Virus)થી ફરીથી સંક્રમિત થવાનો ખતરો ઘણો ખરો ઘટી જાય છે. જર્નલ ઓફ સાયન્સ (Gernal Of Science) માં છપાયેલ એક રિસર્ચ મુજબ એન્ટિબોડીની પ્રતિક્રિયાનો સંબંધ શરીર દ્વારા સાર્સ-સીઓવી-2 વાયરસને પ્રભાવહીન કરવાને લઈને છે, જેનાથી સંક્રમણ ફેલાય છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, અમેરિકા સ્થિત માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં કાર્યરત અને રિસર્ચ પેપરના લેખક ફ્લોરિન ક્રેમરે જણાવ્યું હતું કે, વાયરસથી સંક્રમણની પ્રતિક્રિયામાં બનેલ એન્ટિબોડી જલ્દી ખતમ થઇ જાય છે. પરંતુ અમે તેના પાર અભ્યાસ કર્યો તો પરિણામો તેનાથી વિપરીત મળ્યાં હતાં. તેમને જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું હતું કે, સામાન્ય કે મધ્યમ સ્તરના લક્ષણ વાળા 90% કોરોના વાયરથી સંક્રમિત દર્દીઓમાં એન્ટિબોડી મહિનાઓ સુધી વાયરસને પ્રભાવહીન રાખવા માટે અસરકારક રીતે કામ કરે છે.

આ બાબતની ચકાસણી કરવા માટે વૈજ્ઞાનિકોએ સંક્રમણથી સાજા થયેલ લોકોના એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોંબ્રેટ એસ્સે (એલિસા) નામના એન્ટિબોડીની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કોષો પર વાયરસનું સંક્રમણ થતા બનનાર આ પ્રોટીનનું સ્તર કેટલું છે. માઉન્ટ સિનાઇ હોસ્પિટલના રિસર્ચર્સએ 30082 નમૂનાની તપાસ કર્યા બાદ તારવ્યું હતું કે, મોટાભાગના લોકોમાં એન્ટિબોડી મધ્યમથી ઉચ્ચ સ્તર પર હાજર છે. જે વાયરસને પ્રભાવહીન કરી શકે છે. વૈજ્ઞાનિકોએ એ પણ જાણ્યું કે પહેલા ટેસ્ટની સરખામણીમાં બીજા ટેસ્ટિંગ દરમ્યાન એન્ટિબોડીના સ્તરમાં સામાન્ય ઘટાડો થયો છે. તેમજ ત્રીજા અને અંતિમ ટેસ્ટિંગમાં તેમાં વધુ ઘટાડો નોંધાયો છે.

આ ટેસ્ટિંગના આધારે રિસર્ચર્સએ કહ્યું હતું કે, અનુસંધાનના આધારે કહી શકાય કે એન્ટિબોડી ઓછામાં પાંચ મહિના સુધી સાજા થયેલા દર્દીઓના શરીરમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here