આજે સરદાર પટેલની ૧૪૫મી જન્મ જયંતિ છે. બારડોલી ખાતે સરદાર જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બારડોલીની ગેંગ ઓફ સરદાર મહિલા ટીમ દ્વારા વારલી પેન્ટિંગ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી કરી હતી. ૩૦૦ સ્કવેર ફીટ દીવાલ પર યુવતીઓએ બારડોલી સત્યાગ્રહની ઝાંખી દર્શાવી હતી.

આજે વહેલી સવારથી આ યુવતીઓ આદિવાસી સંસ્કૃતિનું ઘરેણું એવા વારલી પેન્ટિંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સ્વચ ભારત અભિયાન, બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજોની જપ્તી, ગામોમાં થયેલી મિટિંગ તેમજ લડતના દ્રશ્યો વારલી પેન્ટિંગ થકી દર્શાવ્યા હતા. ગેંગ્સ ઓફ સરદાર ટીમની યુવતીઓએ આ વારલી પેન્ટિંગનો ટાસ્ક ત્રણ કલાકમાં પૂરો કરી દીધો હતો. સમગ્ર પેન્ટિંગનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પુરાવા સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે દાવેદારી પણ કરી દેવાઇ છે.