વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસે રવિવારે માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો નથી. છતાં તેઓ સુરક્ષા માટે ક્વૉરન્ટાઈન થયા છે.
- WHOના ચીફ ટેડ્રોસ અદનોમ ધેબિયસ ક્વોરન્ટાઈન
- કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા ટેડ્રોસ
- WHOના પ્રમુખ ટેડ્રોસે ટ્વીટ કરીને આપી જાણકારી
ટેડ્રોસે કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું અને મારામાં કોઈ લક્ષણો નથી. થતાં હું ક્વૉરન્ટાઈન રહીશ અને ઘરેથી કામ કરીશ. દરેકે આરોગ્ય ગાઈડલાઈનનું પાલન કરવું અને કોરોનાની ચેઈનને તોડવાનો પ્રયાસ કરીશું તો જ કોરોનાને નાથી શકાશે.
મળતી માહિતી અનુસાર અત્યારે દેશભરમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 68 લાખ 4 હજાર 423 પહોંચ્યા છે અને કુલ મૃત્યુઆંક 12 લાખ 5 હજાર 44 થયો છે.