• નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી આ ટ્રકના ચાલકને ઝોકું આવી ગયું હતું. તેથી બેકાબૂ બનેલી ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી.
  • અકસ્માત થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો મદદે આવ્યા હતા

જય પટેલ/વલસાડ :વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત (accident) થયો હતો. આ અકસ્માતમાં 20 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. તો કેટલાક મુસાફરોની હાલત ગંભીર છે. જેમાં બસ અને ટ્રકના ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માત કેવી રીતે બન્યો
વહેલી સવારે આ અકસ્માત બન્યો હતો. અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી આ ટ્રકના ચાલકને ઝોકું આવી ગયું હતું. તેથી બેકાબૂ બનેલી ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. જેમાં સામે આવતી બસ સાથે ટ્રક ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત બાદ થોડા સમય સુધી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોટકાયો હતો. હાઈવે પર ટ્રાફિક જામની લાંબી લાઈનો પડી હતી. 

આ અકસ્માત એટલો ગંભીર બની રહ્યો હતો કે, ટ્રક અને બસની ટક્કરથી આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગયો હતો.

મદદે આવ્યા સ્થાનિક લોકો
અકસ્માત થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. વહેલી સવારે સર્જાયેલા ટ્રક અને બસના અકસ્માતનો લઈને મદદે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને બસમાં ફસાયેલા લોકોને મહામહેનત બહાર કાઢ્યા હતા. તમામ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here