દેશભરમાં નવેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરના નિયમો બદલાયા છે. જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક નથી તો તેઓએ હેરાન થવાની જરૂર નથી. સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓએ 1 નવેમ્બરથી લાગૂ થનારા ડિલિવરી ઓથેન્ટિકેશન કોડને હાલમાં ટાળી દીધો છે. લગભગ 30 ટકા ગેસ ગ્રાહકો પહેલાંથી તેનો ઉપયોગ કરી રહ્યા છે.
- રસોઈ ગેસના ગ્રાહકોને મળી મોટી રાહત
- જો મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક નથી તો ન થાઓ પરેશાન
- હાલમાં DAC અનિવાર્ય નહીં રહે
સાર્વજનિક તેલ કંપની તરફથી મળતી માહિતી અનુસાર ડીએસી ચાલુ રહેશે પણ અનિવાર્ય નહીં રહે. એટલે કે જો કોઈ ગ્રાહકનો નંબર ગેસ કનેક્શન સાથે લિંક નથી તો તેના ફોન પર ડીએસી નહીં આવે. આ સિવાય જો કોઈ ગ્રાહકે નંબર બદલ્યો છે તો પણ તેઓએ હેરાન થવાની જરૂર નથી.

1 નવેમ્બરથી લાગૂ થવાનો હતો નિયમ
આ પહેલાં કંપનીઓએ 1 નવેમ્બરથી દિલ્હી-એનસીઆર અને સ્માર્ટ સીટીમાં રસોઈ ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે 1 નવેમ્બરથી ગ્રાહકોને ડીએસી કોડ બતાવવાનું અનિવાર્ય કર્યું હતું. આા કોડ સિલિન્ડરના બુકિંગ બાદ ગ્રાહકના ફોન પર મોકલવામાં આવે છે.

આ નિયમ લાવવા પાછળનો હેતુ એ હતો કે સિલિન્ડરની કાળાબજારી રોકી શકાય. તેની સાથે જ 5 કિલો અને 19 કિલોના ગેસ સિલિન્ડરની વ્યવસ્થાને દુરસ્ત કરવાની માંગ પણ વધી છે. 19 કિલોના સિલિન્ડર પર આવી કોઈ પાબંદી નથી. કંપની સીધી સસ્તી કિંમતો પર સિલિન્ડર આપી રહી છે.