ગુજરાત નું આ માત્ર એક જ એવું ગામ છે જેનું સામૂહિક ભોજનલાય છે.

મહેસાણાઃ સામૂહિક ભોજન સમાન્ય રીતે કોઈ પ્રસંગમાં થતું હોઈ છે. પરંતુ મહેસાણા જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં રોજ સામૂહિક ભોજન યોજાય છે. બહુચરાજી તાલુકામાં આવેલ ચાંદણકી ગામમાં સામૂહિક ભોજન કરતાં બપોર અને સાંજના સમયે ગામના દરેક લોકો સાથે જમે છે. સામૂહિક ભોજન માટે સમય પણ નક્કી હોય છે.

ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવાર રહે છે. જેની કુલ વસ્તી 1100ની છે. પરંતુ ધંધા રોજગાર અને નોકરીના કારણે મોટાભાગના લોકો ગામની બહાર રહે છે અને ગામમાં માત્ર 100 વૃદ્ધો જ રહે છે. જે ખેતી કરે છે. આવા સમયે જમવાની કોઈ તકલીફ ન પડે અને આખુ ગામ એક સાથે મળી જમે તે માટે સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે. અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો પણ તેનું જમાવાનું ગામના જ રસોડામાં થાય છે. આ ભોજનમાં સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે.

ગુજરાત નું આ માત્ર એક જ એવું ગામ છે જેનું સામૂહિક ભોજનલાય છે. જોકે દિવાળીના તહેવારમાં બહાર રહેતા દરેક લોકો પોતાના ગામમાં આવે છે પણ ત્યારે પણ દરેક લોકો એક સાથે ભોજન કરે છે ગામના કોઈ પણ ઘરમાં ચૂલો સળગતો નથી. જોકે ગામના દરેક લોકો ને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળે તે માટે ગામના સરપંચ અને યુવાનો એ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધા પૂરી પાડે છે. ગામના પાદરમાં જ એક આધુનિક ભોજનલય તૈયાર કર્યું છે જેમાં તમામ પ્રકાર ની સુવિધા પૂરી કરવામાં આવી છે

છેલ્લા 10 વર્ષ થી આજ રીતે ગામ લોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે, જોકે બદલતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહયા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામો ને પ્રેણા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here