કોન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ચાલુ હોય અને તેમાં કોઇ વિવાદ ન થાય તેવું કઇ રીતે બને. દર વર્ષે પણ અલગ અલગ સવાલો પર વિવાદ ઉઠતા જ હોય છે. હવે ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રી (Ranjan Agnihotri)એ મહાનાયક અમિતાભ બચ્ચન (AmitabhBachchan) ના શો ‘કોન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) પર નિશાન તાક્યુ છે. તેમણે લખ્યું કે, કેબીસી (KBC)ને સામ્યવાદીઓએ હાઈજેક કરી લીધું છે. નિર્દોષ બાળકો સાંસ્કૃતિક યુદ્ધો કેવી રીતે જીતવા તે શીખો. આને કોડિંગ કહેવામાં આવે છે.

શુક્રવારની રાતે રીલિઝ કરાયેલા કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચને ઇતિહાસ સંબંધિત સવાલ પૂછ્યો હતો. પ્રશ્ન એમ હતો કે 25 ડિસેમ્બર 1927 ના રોજ, ડો.બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ કયા ગ્રંથની નકલો સળગાવી હતી? આ પ્રશ્નના વિકલ્પો હતા- (A) વિષ્ણુ પુરાણ (B) ભગવદ્ ગીતા (C) ઋગ્વેદ (D) મનુ સ્મૃતિ. આ પ્રશ્નના કારણે બિગ બી પર કોમવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, કે, અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં વધુ સુસંગત પ્રશ્નો પૂછી શક્યા હોત. બાબાસાહેબ આંબેડકરએ ભારતના ભાગલા દરમિયાન સમગ્ર વસ્તીના સ્થાનાંતરણની ભલામણ કયા ધાર્મિક સમુદાય માટે કરી હતી? (A) શીખ (B) ક્રિશ્ચિયન (C) યહૂદી (D) મુસ્લિમ. બીજા એક યુઝર્સે એવી ટિપ્પણી કરી કે, મિ. બચ્ચન, તમે સંપૂર્ણ પક્ષપાતી છો. વિકલ્પમાં તમે એક જ ધર્મના પુસ્તકો કેવી રીતે આપ્યા? જ્યારે તમે ‘કિસ ધર્મ’ શબ્દથી પ્રારંભ કરો છો, ત્યારે તમે અન્ય ધર્મોના ગ્રંથોને નામ લેવાથી કેમ ડરો છો કે તમારા હાલ પણ ફ્રાન્સ જેવા જ થાય.

એક યુઝરે આ સવાલ પૂછ્યો છે, શું અમિતાભ બચ્ચન ભગવદ્ ગીતા અને ઋગ્વેદની જગ્યાએ બાઇબલ અને કુરાનને આ પ્રશ્નના વિકલ્પ તરીકે બતાવી શક્યા હોત? આવી તો હજારો કોમેન્ટ છે જે લોકો આ પ્રશ્ન બાબતે કરી રહ્યા છે. ગત વર્ષે પણ મહાન હિન્દુ રાજા છત્રપતિ શિવાજી મહારાજના વિકલ્પમાં અમિતાભ બચ્ચને માત્ર ‘શિવાજી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને લઇને હિન્દુ સંગઠનોએ ઘણો વિરોધ કર્યો હતો અને સોનીએ આના લીધે માફી પણ માગવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here