ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ગુજરાત (Gujarat)માં આવ્યા છે. મોહન ભાગવત, ભૈયાજી જોશી સહિતના નેતાઓ ગુજરાતમાં આવ્યા છે અને આગામી 2-3 નવેમ્બરે ગુજરાત વિવિધ વિસ્તારોમાં ફરશે. પશ્ચિમ ક્ષેત્રની કાર્યકારણી બેઠકમાં પણ RSSના નેતાઓ હાજર રહેવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરશે. સૂત્રોના મતે અંદાજિત 60થી વધુ પ્રમુખો વિવિધ બેઠકોમાં હાજર રહેશે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSSના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) રવિવાર સાંજે ગુજરાત આવી રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો ઉપર રવિવારે ચૂંટણી પ્રચાર પડઘમ શમ્યા બાદ મંગળવારે મતદાન યોજવાનું છે. આ સમયે પણ સંઘ સુપ્રિમો ભાગવત અમદાવાદ (Ahmedabad)માં હાજર રહેશે.
રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ સોમવારથી અમદાવાદના મણીનગર સ્થિત ડો. હેડગેવાર ભવન ખાતે સોમવાર સવારથી RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક શરૂ થઈ રહી છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં મોહન ભાગવત ઉપરાંત સરકાર્યવાહ ભૈયાજી જોશી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એમ ત્રણેય રાજ્યોને સમાવતા પશ્ચિમ ક્ષેત્રના 60 જેટલા પ્રચારકો, કાર્યકરો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં પેટા ચૂંટણીમાં રાજકિય પ્રચાર શાંત થાય બાદ સોમ- મંગળ એમ મતદાનના દિવસ સુધી આ બેઠકનું આયોજન પણ પાછળ સંયોગ હોવાનું RSSના વર્તુળોએ જણાવ્યુ હતુ.
RSSમાં દરવર્ષે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દિવાળી પહેલા મળે છે. ગત વર્ષે ભૂવનેશ્વરમાં તેનું આયોજન થયુ હતુ. આ વર્ષે કોરોનાને કારણે રાષ્ટ્રીય સ્તરે એક બેઠકને બદલે ઝોન વાઈઝ બેઠક હોવાથી પશ્ચિમ ભારત માટે અમદાવાદની પસંદગી થઈ છે. બે દિસની બેઠકમાં RSSના વ્યાપ- વિસ્તાર સંદર્ભે થયેલી કામગીરીની સમિક્ષા, નવા આયોજન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.