અમદાવાદ : ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી અવારનવાર દુષ્કર્મ થતી હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. રાજ્યમાં દરરોજ અનેક મહિલાઓ, યુવતીઓ તેમજ નાની બાળકીઓ પર બળાત્કારના કેસો સામે આવી રહ્યાં છે. જેથી લાગી રહ્યું છે કે, રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. એવામાં અમદાવાદમાં વધુ એક મહિલા સાથે ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે.

શહેરમાં 4 બાળકોની એક માતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક 4 બાળકોની માતાને એક રિક્ષા ચાલક સાથે સંબંધ હતો. ત્યાર બાદ તે રિક્ષા ચાલક પોતાના કેટલાંક મિત્રોને લઇને આ મહિલા પાસે આવ્યો હતો. આ ઘટનામાં ગઈ કાલે રીક્ષા ચાલક અને તેમના મિત્રોએ દારૂ પીધા બાદ આ મહિલા સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેનાં વિશે સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી અને 4 યુવકોની અટકાયત કરી હતી.

નોંધનીય છે કે, સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે જાણવા મળી રહ્યું છે કે, રિક્ષાચાલક અને તેના મિત્રોએ સરદારનગર વિસ્તારમાં આ મહિલાને લઈ જઈને રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો. જો કે મહિલાની ફરિયાદને આધારે 4 બળાત્કારી યુવકોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here