તારક મહેતા…શૉ 2008માં શરૂ થયો હતો, 12 વર્ષોથી સતત આ શૉ લોકોને હસાવતો રહ્યો છે. તેમાં રહેલા પાત્રો પણ જાણે આપણી આસપાસના હોય તેવું જ લાગે છે, તેમાં રહેલા લોકોની તકલીફો પણ સામાન્ય માણસ જેવી જ હોય છે માટે આપણે તેમની સાથે કનેક્ટ કરીએ છીએ. માધવીનું પાત્ર ભજવનાર સોનાલિકા જોષીની એક ધુમ્રપાન કરતી તસવીર વાયરલ થઇ છે.
- માધવી ભાભીએ કર્યુ સ્મોકિંગ
- સોનાલિકા બને છે માધવી ભાભી
- સાદગીથી આકર્ષે છે લોકોને
તારક મહેતા..ની માધવી નવા નવા ફોટોશૂટ કરાવતી રહે છે જેને દર્શકો પસંદ પણ કરે છે. એવું જ એક ફોટોશૂટ છે જેમાં સોનાલિકા બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. ફોટોશૂટમાં તેમનો વેંપિશ લૂક દેખાયો હતો. આ ફોટોશૂટ તેણે 2019માં કરાવ્યું હતુ.
માધવી ભાભીનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયુ હતુ, જેમાં તે સ્મોકિંગ કરતા નજરે આવી હતી. સોનાલિકાનું આ ફોટોશૂટ ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યું હતુ. હાલમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે. તમને જણાવી દઇએ કે શૉમાં તે એક મરાઠી મહિલાનો રોલ નિભાવી રહી છે.
અસલ જીવનમાં પણ સોનાલિકા મરાઠી પરિવારમાંથી આવે છે. તારક મહેતા..શૉ સાથે માધવી 11 વર્ષથી જોડાયેલી છે. શૉમાં તે ખુબ જ સિમ્પલ અવતારમાં જોવા મળે છે. સિરીયલમાં તે અથાણા-પાપડનો બિઝનેસ કરે છે. સોનાલિકા હાલમાં મુંબઇમાં રહે છે અને તેમના પતિનું નામ સમીર જોશી છે, તેમની દીકરીનું નામ આર્યા જોશી છે.
શૉને કારણે માધવી આજે ઘર ઘરમાં ફેમસ છે. તે તારક મહેતા..માં એક શૉના 25 હજાર રૂપિયા લે છે. સોનાલિકાને ગાડીઓનો ખુબ શોખ છે.