ચીનમાં મુસ્લિમ સમુદાય પર અત્યાચાર થતાં હોવાના અહેવાલો અનેકવાર સામે આવ્યા છે ત્યારે ચીને હવે મસ્જિદો પર પણ કાર્યવાહી શરુ કરી દીધી છે. ચીનની મસ્જિદો પરથી જ ગુંબજ હટાવી દેવામાં આવી રહ્યા છે.

  • ચીનમાં મસ્જિદો પર થઇ રહી છે કાર્યવાહી 
  • મોટી મોટી મસ્જિદો પરથી હટાવી દેવામાં આવ્યા ગુંબજ 
  • દસ લાખ મુસ્લિમોને કેમ્પમાં રાખવામાં આવ્યા છે 

ચીને મસ્જિદો પર શરુ કરી દીધી કાર્યવાહી 

ચીનમાં ઇસ્લામ સામે છેલ્લા ઘણા સમયથી વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે, ઘ્નીઅવાર તેના અહેવાલો પણ સામે આવતા હોય છે ત્યારે તાજેતરમાં મસ્જિદોનો આકાર બદલવાનો ખુલાસો થયો છે. બ્રિટીશ મીડિયામાં છપાયેલ અહેવાલ અનુસાર સાંસ્કૃતિક રૂપ ફેરફાર કરવાના ઉદ્દેશથી ચીનમાં મસ્જિદોના ગુંબજ અને અન્ય કેટલાક હિસ્સો હટાવી દેવામાં આવી રહ્યા છે. 

દુનિયાભરથી લાગતા આરોપો છતાં ચીનનું કૃત્ય 

ચીનમાં આ પહેલા પણ ઘણીવાર મુસ્લિમો પર અત્યાચાર થતાં હોવાના આરોપો લાગતા રહ્યા છે. ચીનને તો જાણે દુનિયાભરથી લાગતા આ બધા આરોપોની કંઈ પડી જ ન હોય તેમ હવે સીધી જ મસ્જિદો પર પણ મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ચીનની નાનગુઆન મસ્જિદના ગુંબજને હટાવી દેવામાં આવ્યો છે અને અન્ય કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.  

આંતરરાષ્ટ્રીય અહેવાલો સામે આવ્યા 

સોશ્યલ મીડિયા પર ચીનના આ વલણની ખૂબ ચર્ચા થઇ રહી છે અને તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે.  ચીનમાં બ્રિટીશ મિશનના ડેપ્યુટી હેડએ પોતે આ તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી. 

લિટલ મક્કાના નામે ખૂબ પ્રસિદ્ધ શહેર લીનઝિયાના પણ આવા જ હાલ છે. અરબ દેશોની જેમ આ શહેરમાં મોટા મોટા ગુંબજ હતા પણ હવે તે હટાવી દેવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. શી જિનપિંગ ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા તે બાદથી તો આ અભિયાનમાં ખૂબ તેજી જોવા મળી રહી છે. 

છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ ધાર્મિક સ્થળો પર કાર્યવાહીના કેસ ખૂબ વધી ગયા છે. સત્તાધારી પાર્ટી પોતાના હિસાબથી બધું જ બદલવાના પ્રયાસ કરી રહી છે અને તિબેટના છોકરાઓને બૌદ્ધ ધર્મની શિક્ષા લેવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. માત્ર મસ્જિદ જ નહીં ચર્ચને લઈને પણ ગાઈડલાઈન આપી દેવામાં આવી છે અને દસ લાખ મુસ્લિમોને રીએજ્યુકેશનના નામે કેમ્પમાં રાખવામાં આવ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here