ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’ (The Kids Are All Right)ના અભિનેતા એડ્ડી હેસલ (Eddie Hassell)ની ટેક્સાસમાં ગોળી વાગ્યા બાદ મોત થઇ ગઇ છે. તે માત્ર 30 વર્ષનો હતો.
મળતી માહિતી અનુસાર ટેક્સાસના (Texas)ગ્રાન્ડ પ્રેરીમાં તેમની પ્રેમિકાના ઘરની બહાર શનિવાર મોડી રાત એક વાગ્યા હસલને પેટમાં ગોળી મારવામાં આવી હતી, આ ઘટના સમયે તેની પ્રેમિકા તેના ઘરે હતી. પરંતુ તે હુમલાખોરને ઓળખી શકી નહીં.લ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઇની પણ ધરપકડ થઇ નથી. ટેક્સાસના રહેવાસી હસલે 2000થી 2010ની વચ્ચે ઘણા અભિનયથી લોકોનું દિલ જીત્યું છે.
ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’માં ભજવેલી કલૈની ભૂમિકા માટે તેને સૌથી વધારે લોકપ્રિયતા હાંસલ કરી. છેલ્લી વખત તે 2017માં આવેલી ફિલ્મ ‘ઓહ લક્કી’માં નજરે પડ્યો હતો.