હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) એ હોંડા અમેઝ (Amaze) અને હોંડા WR-V ને નવા અવતારમાં રજૂ કરી છે. ટોપ ગ્રેડ VX આધારિત ડીઝલ અને પેટ્રોલમાં એક્સક્લૂસિવ એડિશન અને એનહાંસ્ડ પ્રીમિયમ પેકેજમાં ઉપલબ્ધ છે.  

નવી દિલ્હી: હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) એ હોંડા અમેઝ (Amaze) અને હોંડા WR-V ને નવા અવતારમાં રજૂ કરી છે. ટોપ ગ્રેડ VX આધારિત ડીઝલ અને પેટ્રોલમાં એક્સક્લૂસિવ એડિશન અને એનહાંસ્ડ પ્રીમિયમ પેકેજમાં ઉપલબ્ધ છે.  

હોંડા અમેઝ ‘એક્સક્લૂસિવ એડિશન’ના ફીચર્સ
HCIL એ VX મોડલના ટોપ ગ્રેડ પર આધારિત MT અને CVT વર્જનને પેટ્રોલ અને ડીઝલમાં બજારમાં ઉતારી છે. તેમાં નવી વિંડો ક્રોમ મોડલિંગ, આકર્ષક ક્રોમ ગાર્નિશમાં ફોગ લેમ્પ અને ટ્રંક, પ્રીમિયમ Suede બ્લેક સીટ કવર, આરામદાયક આર્મરેસ્ટ, ફ્રન્ટ ફૂલ લાઇટ વગેરે છે.   

હોંડા અમેઝ ‘એક્સક્લૂસિવ એડિશન’ની કીંમત
‘એક્સક્લૂસિવ એડિશન’ પેટ્રોલ MT વર્જનની કીંમત 7,96,000 રૂપિયા (એક્સ શોરૂમ) અને CVT વર્જનની કીંમત 8,79,000 રૂપિયા (એક્સ શોરૂમ) છે. જ્યારે ડીઝલ એડિશનની MT વર્જનની કીંમત 9,26,000 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) અને CVT વર્જનની કીંમત 9,99,000 (એક્સ શો રૂમ દિલ્હી) છે. 

Honda WR-V ‘એક્સક્લૂસિવ એડિશન’ના ફીચર્સ
આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એમટી એડિશનમાં ટોપ વીએક્સ પર આધારિત છે. તેમાં પણ આકર્ષક ક્રોમ ગાર્નિશ ગ્રિલ અને ફોગ લેમ્પ છે. સાથે જ ‘એક્સક્લૂસિવ એડિશન’બોડી ગ્રાફિક્સ, પ્રીમિયમ Suede સીટ કવર, ફ્રન્ટ ફૂટ લાઇટ અને એક્સક્લૂસિવ એડિશન પ્રતીક છે.  

Honda WR-V ‘એક્સક્લૂસિવ એડિશન’ની કીંમત
એક્સક્લૂસિવ એડિશન પેટ્રોલના MT વર્જનની કીંમત 9,69,900 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) અને ડીઝલની કીંમત 10,99,900 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here