દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને 4 ખાનગી બેંકોએ મળીને છેલ્લા ૩ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ રૃ.૧૦,૦૦૦ કરોડની વસુલાત કરી છે.

ચાર્જ વસૂલીને બેંકો હવે ગ્રાહકોને લૂંટી રહી છે

બેંક ઓફ બરોડાએ ૧લી નવેમ્બરથી નવા નિયમો લાગુ કર્યા છે જે મુજબ હવે તમારે તમારા એકાઉન્ટમાં પૈસા ઉપાડવા અને જમા કરવા માટે પણ રૃ. ૫૦ થી રૃ. ૧૨૫ સુધીનો ચાર્જ આપવો પડશે. ભારતમાં હવે લગભગ દરેક પ્રકારની  બેંકિંગ સેવાઓ માટે રૃપિયા ચુકવવા પડશે. જે સેવાઓ અત્યાર સુધી નિઃશુલ્ક હતી તે સેવાઓનો પણ ચાર્જ વસૂલીને બેંકો હવે ગ્રાહકોને લૂંટી રહી છે.

આ કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી વસુલે છે તગડા ચાર્જ

ગ્રાહકોએ નવુ એકાઉન્ટ ખોલાવવુ હોય, નવી ચેક બુક જરૃરી હોય, પાસબુકમાં એડ્રેસ બદલવુ હોય, એસએમએસ સેવા મેળવવી હોય, વર્ષમા ત્રણ વખતથી વધુ વખત જો લોકર ઓપરેટ કરવામાં આવે, મહિનામાં ત્રણ વખતથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવામાં આવે અને જો મિનિમમ બેલેન્સ જાળવી રાખ્યુ ના હોય તો આ તમામ કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી તગડા ચાર્જ વસુલ કરે છે.

મિનિમમ બેલેન્સ નહિ રાખવા પર ગ્રાહકોને 10 હજારનો દંડ

મળતી વિગતો અનુસાર દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને ખાનગી ચાર બેંકોએ મળીને પાછલા ત્રણ વર્ષમાં ખાતામાં મિનિમમ બેલેન્સ નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી રૃ.૧૦,૦૦૦ કરોડનો દંડ વસૂલ કર્યો છે. મોટાભાગની બેંકો હવે મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરી રહી છે. આ માટે દરેક બેંકોના નિયમો અલગ છે. ગ્રામ્ય વિસ્તારોની બ્રાંચમાં રૃ.૫૦૦થી લઇને મેટ્રો સિટીમાં રૃ.૨૫,૦૦૦ સુધી મિનિમમ બેલેન્સના નિયમો છે અને જે જાળવી નહી રાખવા બદલ મહિને રૃ.૫૦થી લઇને પાંચ હજાર સુધી દંડ વસૂલવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here