દસ માથાવાળા રાવણને વેદોનું જ્ઞાન હતુ માટે તેને અત્યંત વિદ્વાન માનવામાં આવતો હતો. તેનામાં અપાર શક્તિ હતી, સાહસ હતું. તેણે શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વતને ઉઠાવી લીધો હતો પરંતુ તે શીવજીનું ધનુષ સીતાના સ્વયંવરમાં નહોતા ઉઠાવી શક્યા.

  • રાવણથી કેમ ધનુષ હલ્યુ નહોતુ
  • રાવણે ઉઠાવી લીધો હતો કૈલાશ પર્વત 
  • પ્રભુ શ્રી રામે કેવી રીતે એક પ્રયાસમાં તોડ્યુ ધનુષ

કહેવામાં આવે છે કે ઘનુષ ભગવાન શિવનું હતુ, જે ખુબ જ શક્તિશાળી હતું માટે ધનુષને ઉઠાવવું સામાન્ય માણસ માટે અસંભવ હતું. આ ધનુષની ટંકારથી પર્વતો પણ હલવા લાગતા હતા પરંતુ આટલા શક્તિશાળી રાવણથી તે શા કારણે ન ઉઠાવી શક્યો. તેની પાછળ એક કારણ છે. 

શ્રીરામ ચરિતમાનસમાં એક ચોપાઇ દ્વારા આપણે સમજી શકીએ છીએ. 

“उठहु राम भंजहु भव चापा, मेटहु तात जनक परितापाI”

તેનો અર્થ છે કે, હે પુત્ર શ્રીરામ ઉઠો અને ભવ સાગર રૂપી આ ધનુષને તોડીને જનકની પિડાનું હરણ કરો. રાજા જનક કે જે પોતાની પુત્રીના સ્વયંવરને લઇને ચિંતામાં છે, તેમની ચિંતાનું હરણ કરો. આ ચોપાઇમાં ભવ ચાપા લખ્યું છે તેનો અર્થ થાય છે કે ધનુષને ઉઠાવવા માટે શક્તિ નહી પરંતુ પ્રેમની જરૂર છે. આ હિસાબથી જે અહંકારથી જોજનો દૂર હોય, દયાળુ હોય, મૃદભાષી અને કૃપાળુ હોય તેવા સદગુણોવાળો વ્યક્તિ જ આ ધનુષને ઉઠાવી શકે છે. 

પ્રભુ શ્રી રામે એક પ્રયાસમાં જ તોડ્યુ ધનુષ
રામાયણ અનુસાર જ્યારે આ સ્વયંવરમાં પ્રભુ શ્રી રામનો વારો આવ્યો ત્યારે તેમણે ભગવાન શીવના આ ધનુષને સન્માનથી પ્રણામ કર્યુ, તેની પરિક્રમા કરી અને જ્યારે તેમણે આ ધનુષને ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એક જ વારમાં તે સફળ થઇ ગયા હતા. તેમણે ધનુષની પ્રત્યંચા ચડાવી અને તેને તોડી નાંખ્યું. આ બધુ જ ભગવાન શ્રી રામના સ્નેહ, વિનયશીલતા અને નિર્મળતાના કારણે સંપન્ન થયુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here