જલ્દી જ સોશિયલ મેસેજિંગ એપ Whatsapp પર એક નવુ ફીચર રોલઆઉટ થશે. આ ફીચરની મદદથી યુઝર્સના મેસેજ આપમેળે જ ગાયબ થઇ જશે. જો તમે Gmail, Signal, Telegram, Snapchatનો ઉપયોગ કરતા હોવ તો અહીં કોઇને કોઇ રૂપે ડિસઅપીયરિંગ મેસેજ ફીચર છે. આ ફીચરની ખાસ વાત એ છે કે મેસેજ મોકલવાના નિર્ધારિત સમય બાદ તે ગાયબ થઇ જાય છે. હવે Whatsapp પણ આ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ Whatsapp પર જેવો યુઝર મેસેજ જોઇ કે વાંચી લેશે, તે મેસેજ ગાયબ થઇ જશે.

whatsapp

Whatsapp પર યુઝર મેસેજ સાથે ટાઇમ સેટ કરી શકશે. તે બાદ નક્કી કરેલા સમય બાદ મેસેજ આપમેળે ડિલિટ થઇ જશે. આ સંકેત તાજેતરમાં જ પબ્લિશ થયેલા FAQ પેજ દ્વારા પ્રાપ્ત થયા છે. જણાવી દઇએ કે આ નવા ફીચરની જાણકારી શરૂઆતી રૂપે ગત વર્ષે સામે આવી હતી. જેમાં યુઝર્સ સાત દિવસોની અંદર પોતાની ચેટમાંથી મેસેજ ગાયબ કરી શકે છે.

WeBetainfo એ આપી જાણકારી

WABetaInfo દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ફીચર ફક્ત સાત દિવસો માટે માન્ય છે. યુઝર્સ પાસે પોતાની તરફથી મેસેજને ગાયબ કરવા માટે કસ્ટમાઇઝ વિકલ્પ નહી હોય, જેવી સુવિધા Telegramમાં મળે છે. આ ફીચર તે શરૂઆતના વર્ઝનથી અલગ છે, જે ગત વર્ષે એન્ડ્રોઇડ માટે Whatsappના પબ્લિક બીટા રિલિઝમાં જોવા મળ્યુ હતુ. તે વર્ઝનમાં નક્કી કરવામાં આવેલા સમયગાળા બાદ કોઇ મેસેજ ગાયબ થવાની સુવિધા મળતી હતી.

એક્સપાયરિંગ મેસેજ ફીચરની જેમ જ ફીચર ઉપયોગકર્તાને એક્સપાયરિંગ મીડિયા (પિક્ચર્સ, GIF અને વીડિયો) મોકલવાની પરવાનગી આપશે જે રિસિવ કરનારના ચેટ છોડ્યા બાદ ઓટોમેટિકલી ગાયબ થઇ જશે.

પરંતુ ખાસ વાત એ છે કે મેસેજ આપમેળે ગાયબ (ટાઇમર અનુસાર) થયેલા મીડિયાના ગયા બાદ સ્ક્રીન પર ‘This media is expired’ જેવો મેસેજ નહી આવે. એક્સપાયરિંગ મીડિયા ચેટ દરમિયાન એક અલગ રીતે દેખાશે, જેથી તમે સરળતાથી સમજી શકો કે મીડિયા જલ્દી ગાયબ થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here