મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારો કેસ સામે આવી રહ્યો છે જ્યાં એક યુવતી ત્રણ જ મહિનામાં ત્રણ પુરુષો સાથે લગ્ન કરીને ઘરેણાં લઈને ફરાર થઇ જાય છે.

  • લોકડાઉનમાં યુવતી અને તેના પતીએ ગુમાવી નોકરી 
  • લગ્ન કરીને ઘરેણા સહીતની કિંમતી વસ્તુઓ લેવાનો શરુ કર્યો રેકેટ 
  • મહરાષ્ટ્ર પોલીસે ઔરંગાબાદથી કરી ધરપકડ 

યુવતીની ધરપકડ ! 

મહારાષ્ટ્ર પોલીસે ઔરંગાબાદમાંથી એક 27 વર્ષીય યુવતીની વિવિધ પુરુષો સાથે લગ્ન કરી છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. આ યુવતી પર આરોપ છે કે ત્રણ મહિનામાં તેને ત્રણ પુરુષો સાથે વિવાહ કર્યા અને ઘરેણાં લઈને ફરાર થઇ ગઈ.  

લોકડાઉન બાદ આર્થિક પરિસ્થિતિ નબળી થઇ હતી 

વિજયા અમરતે અને તેનો પતિ મુકુન્દવાડી વિસ્તારમાં રહેતા હતા અને લોકડાઉન દરમિયાન તેમણે પોતાની રોજગારી ગુમાવી દીધી. આર્થિક સંકડામણથી પરેશાન થઇને મહિલાએ રેકેટ શરુ કર્યું અને પછી ત્રણ જ મહિનામાં ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યા.  

ત્રણ પુરુષો સાથે કરી છેતરપીંડી 

આ રેકેટનો ભાંડાફોડ ત્યારે થયો જ્યારે નાસિકના યોગેશ પોતાની પત્નીને શોધવા નીકળ્યા અને પછી તેને જાણ થઇ કે તેની પત્ની તો પહેલેથી વિવાહિત છે. જે બાદ યોગેશે તેની પત્ની સામે કેસ દાખલ કર્યો. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ પહેલા યોગેશ સાથે લગ્ન કર્યા અને પછી તેણે રાયગઢમાં સંદીપ ડરાબે સાથે પણ લગ્ન કર્યા. પછી તે યુવતીએ પશ્ચિમ મહારાષ્ટ્રના વધુ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here