NCL Recruitment 2020: નેશનલ કેમિકલ લેબોરેટ્રીમાં ટેક્નિકલ ઑફિસર, સીનિયર ટેક્નિકલ ઑફિસર, ફાયર સેફ્ટી ઓફિસર તથા અન્ય અનેક પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. ધોરણ 10 પાસથી લઇને ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી માટે નોકરીનો મોકો છે. કુલ 45 ખાલી પદો પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવાની છે.

ncl

જો કે સીનિયર પદોની ભરતી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ મારફતે થશે. આવેદન અને સિલેક્શન સાથે સંબંધિત તમામ જાણકારી માટે ઑફિશઇયલ નોટિફિકેશન ncl-india.org પર જારી કરવામાં આવ્યુ છે. ઇચ્છુક ઉમેદવાર તમામ જાણકારી નોટિફિકેશમાં ચેક કર્યા બાદ ઓનલાઇન આવેદન કરે.

NCL Recruitment 2020: પદોની વિગત

  • ટેકનિશિયન 20
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ 10
  • ટેક્નિકલ ઑફિસર 12
  • સીનિયર ટેક્નિકલ ઑફિસર 02
  • સીનિયર ટેક્નિકલ ઑફિસર (ફાયર સેફ્ટી ઑફિસર) 01
  • કુલ- 45 પદ

લાયકાત

ઑફિસર પદો પર આવેદન કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં B.E/B.Techની ડિગ્રી તથા નિર્ધારિત એક્સપીરિએન્સ હોવો જરૂરી છે. જ્યારે ટેક્નીશિયન પદો પર સાયન્સ સ્ટ્રીમમાંથઈ ધોરણ 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. આવેદન માટે મહત્તમ વય મર્યાદા પણ પદાનુસાર અલગ-અલગ નિર્ધારિત છે. ઉમેદવારોને વધુ માહિતી મેળવવી હોય તો ઑફિશિયલ નોટિફિકેશનમાં ચેક કરો જેને ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવી છે.

UR/ EWS/ OBC કેટેગરીના ઉમેદવારો માટે આવેદન માટે ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે અન્ય રિઝર્વ કેટગરીના ઉમેદવારો માટે અરજી ફી નથી. ઑનલાઇન અરજીની પ્રક્રિયા 02 નવેમ્બરથી શરૂ થઇ ગઇ છે તથા ઑનલાઇન માધ્યમથી ઑફિશિયલ વેબસાઇટ પર અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 02 ડિસેમ્બર છે. ઉમેદવારોએ પોતાના ભરેલા ફોર્મની હાર્ડ કૉપી 31 ડિસેમ્બર સુધી આ એડ્રેસ પર જમા કરાવાની રહેશે.

ભરતી

ફોર્મ મોકલવાનુ સરનામુ

પ્રશાસન અધિકારી

CSIR- રાષ્ટ્રીય રાસાયણિક પ્રયોગશાળા

ડો. હોમી ભાભા માર્ગ, પુણે- 411008 (મહારાષ્ટ્ર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here