આજે કારોબારના અંતે શેરબજારમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. આજે કારોબારના અંતે 30 શેરો વાળો બીએસઈ સેન્સેક્સ 503.55 પોઇન્ટની મજબૂતી સાથે 40,261.13 ના સ્તર પર બંધ થયો. તો એનએસઈનો 50 શેરો વાળો નિફ્ટી 144.35 પોઇન્ટની મજબૂતી સાથે 11,813.50 પર બંધ રહ્યો હતો.
આજે શરૂઆતી કારોબારમાં બીએસઈના 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 233.17 પોઇન્ટની મજબૂતી સાથે 39,990.75 પર ખુલ્યો હતો. તો એનએસઈનો 50 શેરોનો સૂચકાંક નિફ્ટી 65.3 અંકની મજબૂતી સાથે 11,734.45 ના સ્તર પર ખુલ્યો હતો.