ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ગોસ્વામી પર એક ઈન્ટિરિયર ડિઝાઈનર અને તેની માતાને સુસાઈડ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે અર્નબની ધરપકડ તેના ઘરેથી કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ દરમિયાન અર્નબ ગોસ્વામીએ પોલીસ પર પોતાના પર મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીએ તેમના ઘરેથી લાઈવ ફુટેજ પણ બતાવ્યા છે. જેમાં પોલીસ અને અર્નબની વચ્ચે ઘર્ષણ થતુ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી પહેલાથી જ ટીઆરપી સ્કેમમાં ઘેરાયલા છે

  • તપાસ દરમિયાન આરોપીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા -એસપી
  • પોલીસે વળતરની રકમના મામલામાં યોગ્ય તપાસ નથી કરી- પરિવાર
  • …એટલા માટે તેમણે આત્મહત્યાનું પગલુ ભરવું પડ્યું


અર્નબ ગોસ્વામીએ મુંબઈ પોલીસ પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે પોલીસે સાસ-સસુર,દીકરા અને પત્ની સાથે મારપીટ કરી. તેમણે મુંબઈ પોલીસ પર ગુંડાગર્દીનો આરોપ લગાવતા કર્યું કે પોલીસે તેમને પરિવાર સાથે વાતચીત કરતા રોક્યા છે.

ટલીક મીડિયા રિપોર્ટ મુજબ અર્નબ ગોસ્વામી અને બીજા અન્ય લોકોએ કથિત રીત 53 વર્ષીય એક ઈન્ટિરિયર ડિઝાઈનરને આપવાના નીકળતી રકમની ચૂકવણી નથી કરી. ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની દીકરી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે વળતરની રકમના મામલામાં યોગ્ય તપાસ નથી કરી. એટલા માટે અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલુ ભરવુ પડ્યું છે. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખવામાં આવેલા સુસાઈડ નોટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ તેમને 5.40 કરોડ રુપિયાની ચૂકવણી નથી કરી. એટલા માટે તેમણે આત્મહત્યાનું પગલુ ભરવું પડ્યું. રિપબ્લિકેશન ટીવીએ આરોપોને ફગાવી દીધા હતા. આ જ કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

અન્વયની પત્ની અક્ષતાએ આ વર્ષે મેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે ન્યાયની માંગ કરી હતી. જોકે રાયગઢના ત્યારના એસપી એનિલ પારસકરના જણાંવ્યાનુંસાર આ મામલામાં તપાસ દરમિયાન આરોપીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા. પોલીસે કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દીધો હતો. ફરિયાદ કર્તાને આની એક કોપી મોકલવામાં આવી છે. પરંતુ તેમણે સહી કરવાથી મનાઈ કરી દીધી હતી. એ બાદ તેમણે આ કોપી ઈમેલથી મોકલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here