અમેરિકાના મોટા નગરોમાં તોફાનો ફાટી નીકળશે એવા ડરથી મોટા સ્ટોર-મોલ ધારકોએ પોતાની દુકાનો બહાર પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી દીધી છે. બીજા બધા તો ઠીક ખુદ પ્રમુખ ટ્રમ્પ પણ પોતાની તરફેણમા નિર્ણય ન આવે કે નિર્ણય મોડો આવે તો હિંસા થઈ શકે છે એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.

ટ્રમ્પ પણ પોતાની તરફેણમા નિર્ણય ન આવે કે નિર્ણય મોડો આવે તો હિંસા થઈ શકે છે એવી આશંકા

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં થોડા સમયથી શ્વેત-અશ્વેત હિંસાનો મામલો થોડો ઉગ્ર બન્યો છે. અમેરિકાના કુલ 23.9 કરોડ મતદાતાઓ છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં વિવિધ ટાઈમઝોન હોવાથી મતદાનનો સમય પણ બધા રાજ્યો માટે અલગ અલગ હતો. પૂર્વના રાજ્યો ન્યૂયોર્ક, વર્જિનિયા, ન્યૂજર્સી વગેરેમાં સૌથી પહેલા મતદાન આરંભાયું હતું. વિવિધ સર્વેક્ષણોમાં બિડેન અને ટ્રમ્પ બન્ને આગળ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે 2016માં જે સર્વેક્ષણે ટ્રમ્પને વિજેતા ગણાવ્યા હતા તે સર્વે પ્રમાણે આ વખતે પણ ટ્રમ્પ જ જીતશે.

જગત જમાદાર અને વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકાના મહારથી કોણ બનશે તેનો નિર્ણય જવા થઇ રહ્યો છે.. અનેક જાતની અટકળો વચ્ચે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુયય  . ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઇડેન વચ્ચે ખરાખરીનો મુકાબલો છે.  ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયા અને ઈન્ડિયાનામાં જીત હાસલ કરી છે.

તો બીજી તરફ ટ્રમ્પે કહ્યું હતું કે, મત ગણવામાં વાર લાગવાથી ગરબડ થવાની શક્યતા છે.  મારા માટે જીત મેળવવી આસાન છે. પરંતુ હારને પચાવવી વધારે મુશકેલી છે. બિડેને વધુ એક ચૂંટણી વચન આપતા કહ્યુ હતુ કે જો હું પ્રમુખ બનીશ તો પહેલા જ દિવસે કોરોના કાબુમાં લેવા માટે એક્શન પ્લાન રજૂ કરીશ. કોરોના કાબુમાં લેવા માટે ટ્રમ્પે કોઈ પ્લાન જાહેર કરવાની વાત તો દૂર રહી ડોક્ટરોની સૂચના પણ માની નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here