પેરામેડિલમાં આજે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડનું ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં ૫૫ કોલેજોની મંજૂરી હજુ પણ ન આવી હોવાથી ૨,૧૧૮ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં ૧૫૪૩૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે એલોટમેન્ટ બાદ હવે ૩૦૨૩ બેઠકો ખાલી રહી છે.

FILE – In this March 6, 2020, file photo, Indian nursing students wearing masks walk in a group at government run Gandhi Hospital in Hyderabad, India. As cases of the coronavirus surge in Italy, Iran, South Korea, the U.S. and elsewhere, many scientists say it’s plain that the world is in the grips of a pandemic — a serious global outbreak. (AP Photo/Mahesh Kumar A.)

૩૩૬૧૫ વિદ્યાર્થીમાંથી ૨૮૨૩૧ વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કર્યુ હતું. ૫૩૮૪ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગમાં ભાગ જ લીધો ન હતો. ૨૮૨૩૧ વિદ્યાર્થીમાંથી ૧૫૪૩૪ વિદ્યાર્થીઓને મેરિટ અને ચોઈસ મુજબ બેઠકો ફાળવાઈ છે. આ વર્ષે ૫૧૮ કોલેજોની ૨૦૬૩૩ બેઠકો ( પ્રવેશ સમિતિએ ભરવાની થતી) છે. જેમાંથી મોક રાઉન્ડના એલોટમેન્ટ સુધીમાં ૭૪ કોલેજોની મંજૂરી ન આવતા ૩ હજારથી વધુ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો ન હતો. જયારે પ્રથમ રાઉન્ડની ફાળવણી સુધીમાં માત્ર ૧૯ કોલેજોની મંજૂરી આવી છે અને હજુ પણ ૫૫ કોલેજોને મંજૂરી બાકી છે. જેમાં ૫૪ નર્સિંગ કોલેજ છે અને એક ફિઝિયોથેરાપીની કોલેજ છે. ૫૪ નર્સિંગ કોલેજોમાં ૩ સરકારી કોલેજો છે.

પ્રથમ રાઉન્ડમાં ૨૧૧૮ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

કોલેજોની મંજૂરીના અભાવે પ્રથમ રાઉન્ડમાં ૨૧૧૮ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કર્યા બાદ પણ પ્રવેશથી વંચિત રહ્યા છે. વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ ફેલાયો છે. કુલ ૧૮૪૫૭ બેઠકોના એલોટમેન્ટમાં ૧૫૪૩૪ બેઠક હાલ ભરાઈ અને ૩૦૨૩ ખાલી રહી છે. જેમા ઓક્ઝલરી નર્સિંગની ૬૨૭, ઓર્થોટિક્સની ૬૩, ફિઝિયોથેરાપીની ૧૯૬૪ ,બીએસસી નર્સિંગની ૧૩૯ અને જનરલ નર્સિંગની ૨૩૦ બેઠકો છે. ફાળવણીમાં સરકારી કોલેજોની એક પણ બેઠક ખાલી રહી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here