શહેરના કાગડાપીઠ વિસ્તારમાં અજય કબીરા અને હિતેશ પરમાર વચ્ચે સિગારેટ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં હિતેશ પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરી મારીને અજય કબીરા નામના શખ્સની હત્યા કરી નાંખી છે.

અમદાવાદઃ શહેરના કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકની હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો. પોલીસે આ હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને નજરકેદ કરી દીધો છે.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં અજય કબીરા અને હિતેશ પરમાર વચ્ચે સિગારેટ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં હિતેશ પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરી મારીને અજય કબીરા નામના શખ્સની હત્યા કરી નાંખી છે.

વસંત રજબ કોમ્પ્લેક્સ પાસે આવેલી પંડિત નહેરુ સ્કુલ પાસેની ઘટના છે. પોલીસે આરોપીને નજરકેદમાં લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here