ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધો રાફેલ યુદ્ધ વિમાનોનો બીજો કાફલો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આજે મળવા જઈ રહ્યા છે. પહેલા તબક્કામાં પાંચ રાફેલ ભારતને મળ્યા છે. અને તે પણ ફૂલ લોડેડ. આ વિમાનો બાદ આજે તેનો બીજો કાફલો ભારત આવવાનો છે, અને બીજા કાફલામાં ત્રણ વિમાન સૌથી પહેલા ગુજરાતમાં આવશે.

ઈન્ડિયન એરફોર્સને આજે રાફેલનો બીજો કાફલો મળી જશે. આજે રાફેલનો બીજો કાફલો ગુજરાત આવવાનો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્રણેય વિમાન જામનગર એરબેઝ પર ઉતરાણ કરશે, એટલું જ નહીં ત્રણેય રાફેલ વિમાન જામનગર ખાતે જ રાત્રિરોકાણ કરવાના છે, અને આવતીકાલે (ગુરુવારે) અંબાલા એરબેઝ પર જશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાત આવી પહોંચવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરશે. તેના આવતાની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ જશે. આગામી 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 ફાઈટર જેટ ડિલિવર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ઈન્ડિયન એરફોર્સ માટે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટુ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફિચર હશે. એક ન્યૂઝ એજન્સીના અનુસાર, રાફેલની સાથે હવામાં ફ્યુલ ભરનારું ફ્રાંસના એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ હશે. ગત 29 જુલાઈએ ફ્રાંસથી 5 રાફેલ ભારત આવ્યા હતા. ત્યારે પણ હવામાં ઈંધણ ભરાયું હતું. જો કે, ત્યારે પાંચેય રાફેલે ફ્રાંસના દાસૌ એવિએશનથી ઉડ્ડયન શરૂ કર્યા પછી યુએઈમાં હોલ્ટ કર્યો હતો પણ આ વખતે હોલ્ટ નથી.

70 લાખની હૈમર મિસાઇલ

વ્યૂહાત્મક નિષ્ણાત મારૂફ રઝા અનુસાર રાફેલની ઝડપ તેને સૌથી અલગ બનાવે છે. આ ઉપરાંત પોતાના સમકક્ષનાં યુદ્ધ વિમાનોમાં તે અવ્વલ છે. રાફેલ હૈમર મિસાઇલથી સજ્જ હોવાના કારણે ભારતને મોટી તાકાત મળી છે. આ મિસાઇલ કોઇપણ પ્રકારનાં બંકર અને સપાટીને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. આ 20થી 70 કિમી સુધી અચૂક નિશાન લગાવવામાં માહેર છે. હૈમર મિસાઇલ કિટમાં અલગ-અલગ સાઇઝનાં બૉમ્બ પણ ફિટ કરવામાં આવી શકે છે. આ 125 કિલો, 250 કિલો, 500 કિલો ત્યાં સુધી કે 1 હજાર કિલોગ્રામની પણ હોઈ શકે છે.

અચૂક હથિયારોથી સજ્જ છે રાફેલ

રાફેલમાં અનેક અચૂક હથિયારો છે. 300 મીટર સુધી માર કરનારી સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ આને સૌથી વધારે મારક બનાવે છે. Meteor એર-ટૂ-એર મિસાઇલ નુકસાન ચુકતુ નથી. MICA એર-ટૂ-એર મિસાઇલ આને દુશ્મનો પર વધારે શક્તિશાળી બનાવે છે. રાફેલ યુદ્ધ વિમાન 4.5 પીઢીનાં વિમાન છે. આ રડારને હાથતાળી આપવામાં માહેર છે. ભારત માટે આ મોટી ઉપલબ્ધિ છે. અત્યાર સુધી ભારતીય વાયુસેનામાં મિરાજ-2000 અથવા સુખોઈ યુદ્ધ વિમાન ત્રીજી અથવા ચોથી પેઢીનાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here