બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મંગળવારે માલાબાર મહા નૌસૈનિક યુધ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 13 વર્ષ બાદ ચારેય દેશોની નેવી પ્રથમ વખત કોઈ મહા નૌસૈનિક અભ્યાસમાં એક સાથે ભાગ લઈ રહી છે. તેને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિસ્તારવાદી ચીન માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. બીજીતરફ ચીનને માલાબાર અભ્યાસના હેતું અંગે શંકા છે. તેને લાગે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવના નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. 

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌસૈનિક યુધ્ધ અભ્યાસ શરૂ

માલાબાર અભ્યાસનો પ્રથમ તબક્કો વિશાખાપટ્ટનમની નજીક બંગાળની ખાડીમાં શરૂ થયો છે. તેનું સમાપન 6 નવેમ્બરે થશે. તેનો બીજો તબક્કો 17-20 નવેમ્બર દરમિયાન અરબ સાગરમાં થશે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાને તેને એક સુરક્ષિત, ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવાની એક મહત્વપૂર્ણ તક ગણાવી છે. આ રીતે ભારતમાં અમેરિકાના દૂતાવાતે તેને હિંદ-પ્રશાંતમાં ચારેય દેશો વચ્ચે મજબૂત રક્ષા સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધતા જાહેર કરનાર ગણાવ્યો છે. 

ચીનને માલાબાર અભ્યાસના ઉદ્દેશ્ય વિશે શંકા છે કારણ કે તે અનુભવે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. આ અભ્યાસની શરૂઆત વિશે પૂછવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેન્બિગે કહ્યુ- અમે આશા કરીએ તે પ્રાસંગિક દેશોનું સૈન્ય અભિયાન આ ક્ષેત્રની શાંતિ તથા સ્થાયિત્વ વિરુદ્ધ નહીં પરંતુ તેને અનુકૂળ હશે. ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ‘શીત યુદ્ધ વાળી માનસિકતા’ હેઠળ પોતાના સહયોગિઓનું એક સંયુક્ત મોર્ચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

‘શીત યુદ્ધ વાળી માનસિકતા’ હેઠળ પોતાના સહયોગિઓનું એક સંયુક્ત મોર્ચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે

માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ઈન્ડિયન નેવીના 5 જહાજ ભાગ લઈ રહ્યાં છે, જેમાં એક સબમરીન પણ સામેલ છે. આ સિવાય અમેરિકી નેવીની જોન એસ મૈક્કૈન મિસાઇલ ડેસ્ટ્રોયર, ઓસ્ટ્રેલિયાનું  Ballarat યુદ્ધ જહાજ અને જાપાનનું ડિસ્ટ્રોયર ભાગ લઈ રહ્યું છે. એક રક્ષા સૂત્રએ જણાવ્યું કે, આ મહિનાના અંતમાં ભારત અને અમેરિકાના આ અભ્યાસમાં એરક્રાફ્ટ પણ સામેલ કરશે. 

માલાબાર અભ્યાસ 1992મા હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના અને અમેરિકી નૌસેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસના રૂપમાં શરૂ થયો હતો. જાપાન 2015માં આ અભ્યાસમાં જોડાયું હતું. અમેરિકા ચતુષ્પક્ષીય ગઠબંધનને રણનીતિક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાનેનિયંત્રણમાં રાખવા માટે એક સુરક્ષિત પાયો આપવાની તરફેણ કરતું રહ્યું છે. માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસની આ 24મી એડિશન છે. 

તાજેતરમાં, ભારત અને અમેરિકાએ બેઝિક એક્સચેંજ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (BECA) પર હસ્તાક્ષર કર્યા છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ લશ્કરી સંબંધોની વિશેષતા છે. આ કરાર બાદ હવે ભારત અમેરિકા પાસેથી સેટેલાઇટ ડેટા મેળવી શકશે જેથી મિસાઇલો અને ડ્રોનને વધુ સચોટ નિશાન પાડી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here