વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ફાઇનાન્સ કંપની એન્ટ ફાઇનાન્સિયલના વિશ્વના સોથી મોટા આઇપીઓનું લિસ્ટિંગ શાંઘાઇ અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એન્ટ ગુ્રપમાં અલીબાબાની ૩૩ ટકા હિસ્સેદારી છે. આ સમાચાર આવ્યા પછી અલીબાબાના શેરમાં ૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જારી કરાયેલા આઇપીઓમાં કંપનીએ વિક્રમજનક ૩૪.૫ અબજ ડોલર એક્ત્ર કર્યા હતાં.
તાજેતરમાં જારી કરાયેલા આઇપીઓમાં કંપનીએ વિક્રમજનક ૩૪.૫ અબજ ડોલર એક્ત્ર કર્યા
ચાઇનીઝ સિક્યુરિટીઝ રેગ્યુલેટરી કમિશન તરફથી જારી થયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના રેગ્યુલેટર્સે એન્ટ ગુ્રપના માલિક જેક મા, એક્ઝિક્યુટીવ ચેરમેન એરિક જિંગ અને સીઇઓ સિમોન હૂ સાથે પૂછપરછ કરી હતી. શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ પૂછપરછને જ આઇપીઓ સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ બતાવવામાં આવી રહ્યું છે. શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં જ રેગ્યુલેટરી ઓથોરિટીએ તાજેતરમાં જ કંપનીના માલિક અને જનરલ મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા હતાં.
તાજેતરમાં જ રેગ્યુલેટરી ઓથોરિટીએ તાજેતરમાં જ કંપનીના માલિક અને જનરલ મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જેક માના એન્ટ ગુ્રપમાં બીજા કેટલાક મામલાઓમાં ફાઇનાન્સિયલ ટેકનોલોજી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારને કારણે લિસ્ટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એન્ટ ગુ્રપ લિસ્ટિંગની શરતો પૂર્ણ કરી રહી નથી. એક્સચેન્જે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ કારણોસર લિસ્ટિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે જ એક્સચેન્જે કંપનીએ જણાવ્યું છે કે તે આ અંગેની માહિતી રોકાણકારોને આપે.
મામલાઓમાં ફાઇનાન્સિયલ ટેકનોલોજી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારને કારણે લિસ્ટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું
આ ઘટનાક્રમના થોડાક જ સમય પછી એન્ટ ગુ્રપે જાહેરાત કરી હતી કે હોંગકાસ્ગ સ્ટોક એક્સચેન્જમાં પણ એન્ટ ફાઇનાન્સિયલનું લિસ્ટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે કારણકે રોકાણકારોને એલોટમેન્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીને રોકાણકારોના નાણા વહેલામાં વહેલી તકે પરત આપવા જણાવવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જેક માને પૂછપરછ માટે બોલાવવાનું કારણ શાંઘાઇમાં થયેલી એક ફાઇનાન્સિયલ સમિટને માનવામાં આવે છે. આ સમિટમાં જેક માએ ચીનની બેકિંગ સિસ્ટમ પર પ્રશ્રો ઉઠાવ્યા હતાં. આ સવાલો ઉઠાવવાને કારણે જ એન્ટ ફાઇનાન્સિયલનું લિસ્ટિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.