અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 2 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે

પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. ત્યારે અન્ય 2 ગુમ હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં નજમુનિયા શેખ, રાગિણી ક્રિશ્યન અને જેક્વેલિન ક્રિશ્ચયન હોવાનું સામે આવ્યુ છે. આ મૃતકો કોણ છે તે હજી જાણવા મળ્યું નથી.

કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી

અમદાવાદ કપડાના ગોડાઉનમાં આગ લાગવા મામલે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. આમ છતાં શ્રમ અને રોજગાર મંત્રાલયનાં અધિકારીઓને ઘટનાસ્થળે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

કેમિકલ પ્લાન્ટમાં કોઈ ફાયર સેફટી નહોતી

ચીક ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ ઓપરેશનમાં 9 લોકોને જીવતા બહાર કાઢ્યા, 9ના મોત થયા જ્યારે 2 હજુ મિસિંગ છે. કાપડના ગોડાઉનમાં કામ કરતા 2 લોકો મિસિંગ છે તેમની શોધખોળ ચાલુ છે. કેમિકલ પ્લાન્ટમાં કોઈ ફાયર સેફટી નહોતી. કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનની છત તૂટી પડી હતી. પોલીસ અને એફએસએલના રિપોર્ટ બાદ કારવાઈ થશે.

ફાયર એનઓસી વગર શહેરમાં ધમધમે છે ઘણા યુનિટો

પીરાણામાં લાગેલી આગ મામલે AMC વિપક્ષ કાર્યકારી નેતા તૌફિકખાન પઠાણે જણાવ્યું હતું કે, આગમાં મૃત્યુ પામેલા લોકોને સમયસર વળતર મળે. ઘણા યુનિટો ફાયર એનઓસી વગર શહેરમાં ધમધમે છે. આવા યુનિટો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે. મેયર અને કમિશનરે ઘટના સ્થળે જવું એ તેમની ફરજ છે. ભૂતકાળમાં પણ આગના બનાવો બન્યા છે પણ કાર્યવાહી થઈ નથી.

બ્લાસ્ટના કારણે મારા 10 કર્મચારીઓ ફસાયા

કાપડના ગોડાઉન માલિક ધુવ ચોપરાએ જણાવ્યું હતું કે, હું સવારે અહીં આવ્યો ત્યારે ગાડી પાર્ક કરતો હતો અને 6 બ્લાસ્ટ થયા હતા. મારા ગોડાઉનની પાછળ આવેલા કેમિકલનું કામ કરતા વ્યક્તિને ત્યાં બ્લાસ્ટ થયા હતા. એ કંપનીમાં બ્લાસ્ટના કારણે મારા 10 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. 30 કર્મચારીઓ કાપડનું પેકીંગ કરી રહયા હતા. મારે ત્યાં બ્લાસ્ટ થાય એવું કઈં નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here