આ મહિને એટલે નવેમ્બરમાં એક મહત્વપુર્ણ વસ્તુ થવાની છે. આ મહિનામાં દિવાળીનો મોટો તહેવાર આવવાનો છે. તો આ સાથે જ સરકાર તરફથી પૈસા પણ મળવાના છે. તો આવો સમજીએ સમગ્ર મામલાને.

આ મહિને કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) ખાતાધારકોને વ્યાજની રકમ આપશે. તમને જણાવી દઈએ કે, સરકાર દર વર્ષે PF રકમ પર વ્યાજ આપે છે. તેમ આ વર્ષે પણ સરકાર વ્યાજ આપી રહી છે. PF પર વ્યાજની રકમ વિત્ત વર્ષ 2019-20ની છે. સરકાર આ વર્ષે 8.50 ટકાના નક્કી કરેલ દરથી વ્યાજ આપશે.

થોડા દિવસો પહેલાં સરકારે કહ્યું હતું કે, આ વર્ષે વ્યાજને બે હપ્તામાં આપવામાં આવશે. પહેલા હપ્તામાં 8.15 ટકા વ્યાજ ચૂકવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાકીના 0.35 ટકાની ચૂકવણી આ વર્ષે ડિસેમ્બરમાં પીએફ ધારકોના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. તેનો મતલબ કે પીએફ વ્યાજધારકોને અત્યાર સુધી એકસાથે વ્યાજની રકમ મળતી હતી જે આ વર્ષે બે હપ્તામાં આપવામાં આવશે.

પોતાની પાસબૂકમાં PF રકમની જાણકારી માટે સૌથી પહેલાં https://www.epfindia.gov.in/site_en/ લિંક વિઝિટ કરો. જે બાદ જમણી બાજુ કોર્નર પર ઈ પાસબુકનો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp લિંક ખુલશે. લિંક પર લોગિન આઈડી અને પાસવર્ડનો ઓપ્શન આવશે. આ ઓપ્શનમાં તમને UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરવો પડશે. જે બાદ પાસબુક જોવા માટે મેમ્બર આઈડી સિલેક્ટ કરવું પડશે. પાસબુક પીડીએફ ફોર્મેટમાં હોય છે. જે સરળતાથી ડાઉનલોડ થઈ જશે. હિન્દીમાં જાણકારી જોઈએ તો EPFOHO UAN HIN લખીને 7738299899 પર મોકલી શકો છો. આ જ રીતે મિસ કોલ કરીને પણ જાણકારી માટે રજિસ્ટર્ડ મોબાઈલ પર મિસ કોલ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here