ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળ પહોંચતાની સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે મમતાદીદીએ કેન્દ્રની 80થી વધુ યોજનાઓ રોકી રાખી છે. 

કોલકાતા: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળ પહોંચતાની સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે મમતાદીદીએ કેન્દ્રની 80થી વધુ યોજનાઓ રોકી રાખી છે. 

જનતામાં મમતા સરકાર વિરુદ્ધ આક્રોશ: અમિત શાહ
બાંકુરામાં રેલીને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે આજે બિરસા મુંડાની પ્રતિમાને નમન કરીને બંગાળના પ્રવાસની શરૂઆત થઈ છે. કાલ રાતથી આ પ્રકારનો ઉત્સાહ અને સાહસ જોવા મળી રહ્યા છે. મમતા વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા સુધી કેન્દ્રની મદદ પહોંચતી નથી. ખેડૂતોને મદદ મળતી નથી. આદિવાસીઓને સુવિધાઓ મળતી નથી. 

મમતા સરકારે 80થી વધુ યોજનાઓ રોકી
અમિત શાહે કહ્યું કે ભારત સરકારની અનુસૂચિત જાતિના લોકો-પછાતો માટે બનેલી 80થી વધુ યોજનાઓ મમતા દીદી રોકીને બેઠા છે. તેઓ જો વિચારતા હોય કે કેન્દ્રની યોજનાઓ રોકી લેશે તો ખોટું છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં બે તૃતિયાંશ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે જનતાને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં આ જનવિરોધી સરકારને ઉખાડી ફેંકો.

ફોકસ એપ્રોસ સાથે કામ કરે છે અમિત શાહ: કૃષ્ણ ગોપાલ
ભાજપના પ્રવક્તા કૃષ્ણ ગોપાલે કહ્યું કે અમિત શાહ ફોકસ એપ્રોસ સાથે કામ કરે છે. જે સમગ્ર દેશમાં એક મિસાલ છે. તેમણે પહેલા યુપી મિશન ચલાવ્યું હતું અને હવે મિશન બંગાળ શરૂ કર્યું છે. ભાજપનો લક્ષ્ય છે કે પશ્ચિમ બંગાળને સાંપ્રદાયિક રાજકારણથી મુક્ત કરાવવામાં આવે. આ માટે અમે 2021-2024 મિશન બંગાળ નક્કી કર્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here