ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. શાળા કોલેજો શરૂ કરવા માટેની એસઓપી તૈયાર કરવાની કવાયત શિક્ષણ વિભાગે શરૂ કરી.

ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. શાળા કોલેજો શરૂ કરવા માટેની એસઓપી તૈયાર કરવાની કવાયત શિક્ષણ વિભાગે શરૂ કરી.

રાજ્યમાં 2020 નું પ્રથમ શૈક્ષણિક ક્ષેત્ર માત્ર ઓનલાઇન શિક્ષણ જ આપવામાં આવ્યું છે, પણ બીજા સત્રથી શિક્ષણ કાર્ય ધીમે-ધીમે રાબેતા મુજબ શરૂ થાય એ દિશામાં શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં બીજા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની એસઓપી તૈયાર કરવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here