દેશની સૌથી મોટી પેમેન્ટ એપ પેટીએમ હવે નાના વેપારીઓને ઓછાં વ્યાજદરમાં 5,00,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. નાના વેપારીઓ માટે પેટીએમ રોજ ઈએમઆઈ જમા કરનાર પ્રોડક્ટ તૈયાર કરી રહ્યું છે. પેટીએમ બિઝનેસ એપમાં ‘Merchant Lending Program’ સેક્શનની અંદર કંપની કોલેટરલ ફ્રી લોન (Paytm Collateral Free Loan) ઉપલબ્ધ કરાવે છે. તેમના રોજના ટ્રાન્ઝેક્શનના આધારે પ્લેટફોર્મ એલ્ગોરિધમ દ્વારા વેપારીની ક્રેડિટ ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે બાદ એક પ્રી-ક્વોલિફાઈડ લોનની રકમ ઓફર કરવામાં આવે છે.

  • હવે લોન લેવું થયું સરળ
  • નાના વેપારીઓને સસ્તામાં મળશે લોન
  • પેટીએમએ શરૂ કરશે આ સુવિધા

નહીં આપવું પડે પ્રીપેમેન્ટ ચાર્જ

પેટીએમથી લોન લેનારને કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો નહીં પડે. સાથે જ, લોન રિપેમેન્ટની રકમ પેટીએમની સાથે વેપારીના ડેઈલી સેટલમેન્ટની રકમથી કલેક્ટ કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષમાં પેટીએમના કુલ 550 કરોડ રૂપિયાની લોન જારી કરી છે. પેટીએમ લોનનો લાભ લગભગ 1 લાખ વેપારીઓને મળ્યો છે. 

લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ છે

પેટીએમ દ્વારા લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ છે. જેમાં લોન માટે અરજી કરવાથી લઈને મંજૂરી મળ્યા બાદ લોન જારી કરવાની પ્રક્રિયા સામેલ છે. એનબીએફસી અને બેંકોની સાથે પાર્ટનરશિપ બાદ લોન માટેની અરજી કરનારને કોઈ એક્સ્ટ્રા ડોક્યૂમેન્ટ્સ આપવાની પણ જરૂર પડતી નથી. 

કોઈુપણ મોડથી પેમેન્ટ લેવાની સુવિધા

હાલમાં જ કંપનીએ Paytm All-in-One એન્ડ્રોઈડ પીઓએસ ડિવાઈસ લોન્ચ કર્યો છે. જેના માધ્યમથી 2 લાખથી વધુ માઈક્રો, નાના અને મધ્યમ સ્તરના વેપારી બધાં પ્રકારના પેમેન્ટ મોડથી પૈસા લઈ શકે છે. તેમાં પેટીએમ વોલેટ, બધી યૂપીઆઈ એપ્સ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને કેશ પણ સામેલ છે. 

નાના અને રિટેલર વેપારીઓ માટે બિઝનેસ કરવું સરળ થયું

કિરાણા સ્ટોર ચલાવનાર માટે ‘Paytm for Business’ એપ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કિરાણા સ્ટોર ચલાવનાર દુકાનદારોને બેંક એકાઉન્ટમાં સેટલમેન્ટની સંપૂર્ણ જાણકારી સરળતાથી મળી જાય છે. સાથે જ, તેઓ સરળતાથી પેમેન્ટ વિશે તરત જાણકારી મેળવી શકે છે. નાના શહેરોના રિટેલર વેપારીઓને ધ્યાનમાં રાખીને આ એપને 10 પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here